________________
૧૪૬
આચારાંગસૂત્ર ન હોય, ત્યાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશુંયે નિશ્ચિત ક્યાંથી હોય ? અને જ્યાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ નિશ્ચિત ન હોય, ત્યાં શાંતિ કે સમાધાન ન હોય એ સ્વાભાવિક છે.
સારાંશ કે જે સંશય પાછળ નિશ્ચય છે તે સંશય ટે નથી, પરંતુ જે સંશય પાછળ નિશ્ચય નથી તે તો ખરેખર ત્યાજ્ય છે અને તે સંશય નથી, પણ વિકલ્પ માત્ર છે. આ વિશ્વના કાર્યકારણની પરંપરા પર જિજ્ઞાસા થવી એ કંઈ ખેતી વસ્તુ નથી; પરંતુ ઘણી વસ્તુઓ પ્રત્યક્ષ હોય અને ઘણી વસ્તુઓ પરોક્ષ પણ હોય, તેથી જ્યાં બુદ્ધિ ન પહોંચે ત્યાં પાસેના સગો પરથી અનુમાન કરીને પણ નિશ્ચય કરી લેવાનું બહુધા રહે છે. એટલે સંશયને નિર્ણય બુદ્ધિ અને હૃદય બન્નેના સમન્વયથી થશે ઘટે. તે પર જ સાધકના વિકાસની સફળતાને આધાર છે.
અહીં હૃદય એટલે અંતઃકરણ કે જેના પર આત્માનાં વિશેષ કિરણે છે. તેને ભાવમન તરીકે પણ ઓળખી શકાય. બુદ્ધિ એટલે બહારનું દ્રવ્યમન કે જેના પર ભૌતિક અસર વિશેષ હોય છે. બુદ્ધિ એ જ્ઞાનમાં સહાય કરી શકે, પણ જ્ઞાન તો અંત:કરણની વસ્તુ છે. એટલે બુદ્ધિ એટલે જ્ઞાનનું સાધન અને અંતઃકરણ એટલે જ્ઞાનનું સ્થાન.
[] સંસારના સ્વરૂપને જાણકાર જે સાધક નિપુણ છે, તે કદી સંસારના સંબંધમાં ફસાતે નથી.
નોંધ[ ટીકાકારે હારિચ શબ્દથી અબ્રહ્મચર્ય એ અર્થ લે છે. પણ સાગારિય શબ્દને અર્થ અહીં સંસારસંબંધ-ગાઈડ્ઝ વધુ સુઘટિત લાગે છે. ] જે સંશય પછી હૃદયપૂર્વકને નિર્ણય થાય, વિવેક જાગે અને બંધનથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા પણ થાય એવો સંશય કરનાર સાધક બંધનમાં ફસાય એવી ક્રિયા કરે નહિ, તેમજ વાંછે નહિ, એ સ્વાભાવિક છે.
[૬] આત્માથી જંબૂ ! વાસનાની સૂક્ષ્મ અસર છો પર દઢ રૂપે હોય છે, તેથી કદાચ વાસનામય વિકલ્પ આવે, કિંવા અજાણતાં બંધનનું કાર્ય થઈ જાય તે તે ભૂલને તુરત જ સુધારી લે પરંતુ છુપાવવાને પ્રયત્ન ન કરે. કારણ કે તેમ કરવાથી તેને બમણું પાપ લાગે છે.