________________
૧૩૬
આચારાંગસૂત્ર મન, વાણી અને કર્મમાં ઉપશમ–શાંતિની વૃદ્ધિ થયેલી જણાય, તેટલે અંશે તે તપશ્ચર્યા ફળી ગણાય.
[૨] અને એટલા માટે વીર સાધકે નિશ્ચલ અને શાંત મનથી (જીવનના અંતપર્યત) સ્વસ્વરૂપમાં પ્રેમ ધારણ કરી, આત્મલીનતા કેળવી, સમિતિ તથા જ્ઞાનાદિ હિતકારક સદ્દગુણેને સાથે રાખી. હંમેશાં યત્નપૂર્વક રહેવું–વર્તવું.
નેધ-કર્મ ખપાવવાના પ્રયોગોમાં જે ગુણેની આવશ્યકતા છે તે અહીં બતાવ્યા છે. ઘડી ઘડીમાં જેનું મન અવ્યવસ્થિત બની જાય છે; નિમિત્ત મળતાં ઉશ્કેરાઈ જાય છે, તે સાધક વૃત્તિવિજયના અનુષ્ઠાન કરવા માટે લેશ પણ લાયક નથી. સાધક હંમેશાં સ્વાભિમુખ એટલે પોતાના મનન દ્રષ્ટા થઈને રહે. મન પર નિમિત્તોની તે લેશ પણ અસર ન થવા દે. પળેપળે જે સાધક આટલો જાગૃત હોય તે જ અનુષ્ઠાનાદિમાં પ્રવર્તવાની યોગ્યતા ધરાવી શકે.
[૩] વહાલા મેક્ષાથી શિષ્ય! માટે જ જ્ઞાની ભગવાને કહે છે કેમેક્ષાથી અને વીર સાધકોને માટે પણ આ માર્ગ બહુ વિકટ છે.
નેધ–કૈક સમર્થ સાધકેએ સાધનામાર્ગમાં પ્રવેશતાં મૂળમાં જ ગોથાં ખાધાં હોય એવાં અનેક દૃષ્ટાંતે છે. આથી જ પ્રાથમિક સાધના માટે કડક વિધવિધાન અને નિયમો યોજવામાં આવે છે તે સહેતુક છે. કારણ કે વીર પુરુષોની વીરતા અને મોક્ષાથી ની મુમુક્ષતા દુષ્ટ વૃત્તિઓના વેગને ઉશ્કેરનારાં નિમિત્તો મળતાં વાર જ ઘણીવાર દબાઈ જતી કિંવા નષ્ટ થતી દેખાય છે. માટે કઈ સામર્થ્ય કે શક્તિના અહંકારમાં નિયમોને તિરસ્કાર કરીને સ્વચ્છંદતા ન પિષે પણ સાધનામાં સતત જાગ્રત રહે.
અગ્નિમાં બળી મરવું, પર્વતથી પડીને જીવનનો અંત આણવો કે જીવનભર નિર્વસ્ત્ર અને શુષ્કવૃત્તિથી રહેવું શક્ય છે, પણ પૂર્વસંધ્યાએથી છૂટવાને પ્રયત્ન કરવા માટે શુદ્ધ શ્રદ્ધા રાખવી અને વૃત્તિને જીતવી એ વીરેનેય દુશક્ય છે, એમ સૂત્રકાર વર્ણવે છે. અનુભવ પણ એ વાતની સાક્ષી પૂરે છે.
[૪] હે સાધકે ! અહંકાર અને કામવાસનાને ઉત્તેજિત કરે તેવી રીતે તમારા દેહમાં માંસ અને લોહી ન વધારતાં ઊલટું તપ