________________
તપશ્ચર્યાને વિવેક
૧૩૭ શ્રર્યાદ્વારા દેહનું દમન કરે. જે બ્રહ્મચર્ય (આત્મસ્વરૂપના લક્ષ્ય અથવા કામપરિત્યાગ)માં રહીને શરીરને તપથી દમે છે તે જ વીર પુરુષો મુક્તિ મેળવવાના અધિકારી હોવાથી માનનીય ગણાય છે.
નેધ–વીરતાને કોઈ અર્થ સમજ્યા વિના શરીરને પુષ્ટ કરવામાં વીરતા માની બેસે માટે સૂત્રકાર કહે છે –શરીરની પુષ્ટિમાંથી વીરતા નથી જન્મતી, પણ વીરતા તો ચૈતન્યને ગુણ છે. બ્રહ્મચર્ય, સંકલ્પબળ અને વૃત્તિવિજય પર વીરતાને આધાર છે. સાચા વીરને માટે વૃત્તિવિજય એ જ સાચો વિજય છે. આથી તે અહંકાર તથા કામવાસનાને જીતવા માટે શરીર અને મન બન્નેને કસે છે. શરીર અને ઇન્દ્રિયોનું અતિ પુષ્ટપણું ઘણીવાર વૃત્તિને ઉશ્કેરી મૂકે છે. એટલે આ રીતે કેવળ પૂર્વક જ નહિ બલકે નવાં કર્મો કરી વિલાસમાં સુખ માની વિલાસ વધારી મૂક એ આત્મવિશ્વાસની ત્રુટિનું જ પરિણામ છે. આત્મવિશ્વાસ ન હોય ત્યાં ઉત્પન્ન કરવા માટે બાહ્યત્યાગની પણું આવશ્યકતા છે. એમ કહી અહીં બાહ્યતપની આચરણીયતા બતાવી છે; પરંતુ તે તપ વિવેકપૂર્વક અને યેચના ભાનપૂર્વક હેવું ઘટે.
[૫] હે જંબૂ! કેટલાક સાધકે પ્રથમ તે નેત્રાદિ દેદિયાને ( શબ્દાદિ વિષયો પર જતાં) રોકીને સાધનામાર્ગમાં જોડાય છે, પરંતુ (વાસના પર કાબૂ લાવવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી) પાછળથી મોહવશ થઈ વિષયો તરફ આસક્ત બની જાય છે. તેવા બાળજીવો કશા પણ બંધનથી કે કશા પણ પ્રપંચથી છૂટી શકતા નથી. અને એવા અજ્ઞાની છે મેહરૂપી અંધકારને લઈને તીર્થકરદેવની આજ્ઞા ( સદ્દધર્મ )ને પણ આરાધી શકતા નથી.
નોંધ –જે બાહ્યતપશ્ચરણને હેતુ નથી સમજતા તેનું તપશ્ચરણ નિરર્થક છે એમ અહીં દર્શાવ્યું છે. પદાર્થ પર જતી ઈદ્રિયોને રેવી એ પ્રતિજ્ઞા તે માત્ર સાધનાને પ્રયોગ છે; સાધનાની સિદ્ધિ નથી. દઢ સંકલ્પની વાડ રચવી એ પ્રતિજ્ઞાને હેતુ છે. પણ પ્રતિજ્ઞા પામેલ સાધક ઘણું કરી નાખ્યું હોવાનું માની ગર્વમાં આવી ગાફલ રહે, તે તેની સ્થિતિ અતિ કડી થઈ જાય છે. તીર્થકરની આજ્ઞાપાલનની મહત્તા એને આભારી છે. | તીર્થકરની આજ્ઞા એટલે શાસનના દઢ નિયમો પાળવાની સાધકની મહામૂલી પ્રતિજ્ઞા. વૃત્તિની અધીનતામાં પરવશ થચલા સાધકને પ્રતિજ્ઞાનું