________________
ચતુર્થ ઉદ્દેશક
તપશ્ચર્યાને વિવેક
" સત્યની આરાધનામાં તપશ્ચર્યાની આવશ્યક્તા છે, એમ ત્રીજા ઉદ્દેશકમાં વ્યકત કર્યા પછી કહે છે કે તપશ્ચર્યાને હેતુ ત્યારે જ સરે કે જ્યારે તે સાધક તેટલી ગ્યતા પર પહોંચ્યું હોય. સંયમ–આવશ્યકતાઓ ઘટાડવી–એ તપશ્ચર્યાનું પ્રાગૂ સ્વરૂપ છે. તેથી તેની આરાધના કર્યા પહેલાં એટલે કે સંયમી બનવા પહેલાં જે સાધક તપશ્ચર્યા કરે છે તેને તપશ્ચરણને વાસ્તવિક લાભ મળી શકતું નથી.
- ગુદેવ બોલ્યાઃ– ૧] આત્માથી જંબુ! સાધક વૃત્તિના પૂર્વ અધ્યાસે ( કર્મસંગને લઈને ઘણું કાળથી આત્મામાં રહેલી જડ ભાવજન્ય મમતા)ની અસરથી નિવૃત્ત થઈને અને માનસિક શાંતિ મેળવવીને પછી જ ક્રમપૂર્વક પહેલાં ઓછી, પછી થોડી વિશેષ, એમ અનુક્રમે તપશ્ચરણની વૃદ્ધિ કરી દેહદમન કરે.
નેધ – દેહને કસવાનો પ્રયોગ એટલે દેહદમન. એ પણ તપશ્ચરણને એક વિભાગ તે છે જ. પણ સંયમ અને ત્યાગને આચરતા સહજ રીતે જે તપશ્ચર્યા થાય છે તે જ વાસ્તવિક છે. જે તપશ્ચર્યા કરૂઢિ, અસમજણ કે એવાં કોઈ નિમિત્તવશ થાય છે તે સફળ નથી બની શક્તી. જેટલે અંશે તપસ્વીનાં