________________
૧૩ર
આચારાંગસૂત્ર
અભિમાન કે તેવા મહાદોષ જણાય, તે ક્રિયા ગમે તેટલી સુંદર હોય તોપણ મારે ન કરવી, એ સાધકમાં જે વિવેક જાગે એ વિવેકનું નામ જ જાગૃતિ. પણ સતત જાગૃતિ રાખવા જતાં સાધકની સામે પિતાની જે ભૂલે દેખાય તે ભૂલો જોઈ તે નિર્બળ, પામર, અકરાંતિ કે ઉતાવળ ન બની જાય ! એટલા માટે સાધકને ફરી ચોંકાવતાં સૂત્રકાર કહે છે કે – જે, રખે જાગૃતિની ઘેલછામાં સાહસ કરી બેસતો ! દુષ્ટ વૃત્તિને છર્ણ કરવાની સાધનામાં ધૈર્ય રાખજે. ભૂલોને કરનાર કરતાં ઘણીવાર ભૂલો જાણ્યા પછી તેમના ભયથી ભાન ભૂલનાર વધુ ચકરાવે ચડે છે. એ પિતાની સાધનાયે ચૂકે છે અને આત્મશ્રદ્ધા ગુમાવે છે. માટે ભૂલોને જાણ્યા પછી પણ ભૂલો જલદી નીકળી જાય કે તરત કાઢી નાખું એવાં માનસિક ભૂત કે ભ્રાન્તિમાં ઉતાવળે ન થતાં વિવેકબુદ્ધિથી બધું કસજે, ધીરે થજે. એમ કહી ભૂલોનું મૂળ ક્રોધ છે, આવેશ છે, માટે સૌથી પ્રથમ ક્રોધને તારા આત્માથી અળગો કર, એમ કહ્યું છે.
અહીં માત્ર ક્રોધ માટે કહેલું છે. પરંતુ ક્રોધની સાથે ઇતર પણ આત્મશત્રુઓ ગણું લેવા. ક્રોધનું સ્થાન પ્રથમ શા માટે છે? તે હેતુની વિચારણા આગળના ઉદ્દેશકમાં થઈ ગઈ છે.
[૮] આત્માથી જંબૂ બોલ્યા હે ભગવન! કેધાદિ દે દૂર કેમ થઈ શકે છે તેના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે હે સાધક! આ જગતના છે કેધાદિથી કેવાં દુઃખો વેઠી રહ્યાં છે અને વેશે તેનું સ્વરૂપ તપાસી તારી સમજની કસોટી કર.
નોંધ –ોધ એ મૂળદેષ છે. દેશને દોષ કહેવાથી દોષો ઘટતા નથી, એમ બતાવીને અહીં દોષનિવારણને સુંદર માર્ગ રજૂ કરે છે. ઘણી વખત સાધક પોતાને ખૂંચતા દેશોને દૂર કરવા ઇચ્છે છે. પણ એને દેને દૂર કરવાના માર્ગને સ્પષ્ટ ખ્યાલ હોતો નથી, તેથી ઘણીવાર દોષો ઘટવાને બદલે વધે છે, એવો અનુભવ થાય છે. કારણ કે તેવા પ્રસંગે એના હૃદયમાં દોષો પ્રત્યેનો અણગમો એટલો વધી જાય છે કે એ વિહવળ બની જાય છે. આવી વિહવળતામાં બે પ્રત્યે ઘણું હોય ખરી, પરંતુ વિવેકબુદ્ધિ ન હોય. અને જ્યાં સુધી વિવેકબુદ્ધિદાર વૃત્તિ પર તેની પાકી અસર ન થાય, અર્થાત્ કે વૃત્તિ પલટાય નહિ, ત્યાં સુધી નિમિત્તો ખસી જાય તોયે દે ખસી શકે નહિ અને તે એક ક્ષેત્રમાં નહિ તે બીજા ક્ષેત્રમાં દેખાતાં જાય. તેથી પરિણામે સાધના તથા શ્રમ અને નિષ્ફળ જાય.