________________
તપશ્ચરણ
૧૩૧ ધ-આત્માભિમુખ દષ્ટિ પ્રગટાવવા માટે અહીં તપશ્ચર્યાની આવશ્યક્તા બતાવી છે. જે ક્રિયાથી નિરાસક્તિ જન્મે, તે ક્રિયાને તપશ્ચર્યા કહેવાય; આથી જ ઇચ્છાને નિરોધ એ તપ, એવી વ્યાખ્યા સ્પષ્ટ થઈ રહે છે. મહાપુરુષો આ દષ્ટિબિંદુથી જ શરીર કસવાનું કહે છે. એટલે કે તપશ્ચર્યાનો હેતુ દેહદમનને નથી, પરંતુ વૃત્તિદમનને છે. વૃત્તિદમન એ તપશ્ચર્યાનું માપક ચંત્ર ગણાય. જેટલે અંશે વૃત્તિ કાબૂમાં આવે તેટલે અંશે તપશ્ચર્યા સફળ ગણાય.
[૫માટે હે સાધકે! તમારી દુષ્ટ મનવૃત્તિને (તપદ્વારા) કુશ કરે, છર્ણ કરે.
[૬] કારણ કે જેમ લીલાં લાકડાં કરતાં સૂકાને અને સૂકાં કરતાં જૂનાં લાકડાંને અગ્નિ જલદી બાળે છે, તેમ જે આસકિતરહિત અને આત્મનિક અપ્રમત્ત સાધક હશે તેનાં કર્મો જલદી બળશે.
નેધઃ—લીલાં લાકડાને સૂકાં બનાવવાં, એટલે પ્રથમ તે ક્રિયામાં થતી ભૂલને પશ્ચાત્તાપ અને સંયમને તાપ આપ; પછી નિમિત્તમાત્રના ત્યાગદ્વારા આસક્તિના બીજને છાણું બનાવવું; અને આસક્તિનું બીજ જીર્ણ થયા પછી તેને અગ્નિને સ્પર્શ કરાવવો, એટલે કે નિરાસક્તિ જગાડવાના પ્રયોગો કરવા. આ ક્રમનું પાલન કરવામાં શ્રમ અલ્પ છે, અને સફળતા સાધ્ય છે. કમના ઉલ્લંઘનમાં સફળતા નથી અને સંતોષ નથી; તો સિદ્ધિની તે વાત જ શી છે આથી અપ્રમત્તતા, નિરાશક્તિ અને આત્મનિષ્ઠા જાળવી આગળ ધપવું ઘટે.
[૭] પરંતુ તે સાધક ! મનુષ્યભવનું આયુષ્ય ( આ સાધનાકાળનો સમય) બહુ અલ્પ છે. અને કેટલું છે ? તે પણ વિશ્વાસ રાખી શકાય નહિ. માટે વૈર્યનું સેવન કરી સૌથી પ્રથમ ક્રોધને (તારા આત્માથી) દૂર કર
નેધ–ઉપરની વાતને ફરીથી દઢ કરવા માટે સૂત્રકારે આ સાતમું સૂત્ર ભાખ્યું છે. અહીં મનુષ્યભવનું આયુષ્ય અલ્પ છે, એમ કહી સતત જાગૃતિ રાખવાનું સૂચવે છે. એક પણું ક્રિયા તેના પરિણામની જાણ સિવાય આદરવી કે આચરવી ન ઘટે. જે ક્રિયાનું પરિણામ વિચારતાં તેમાં સ્વાર્થ,