________________
તપશ્ચરણ
૧૨૯ ગુરુદેવ બોલ્યાઃ[૧] અહે સાધક! ધર્મભ્રષ્ટ, અધર્મપ્રચારક કે સદ્દધર્મના વિરોધકના વતન તરફ તું કશુંયે લક્ષ ન આપ. જેઓ અધાર્મિક તરફ ઉપેક્ષાબુદ્ધિ રાખે છે (અને શાંત પણે પોતાના સાધનામાર્ગમાં પ્રવર્તે છે) તે જ સાચા વિદ્વાને છે.
નોંધ –બીજા ઉદેશકમાં વિરોધી મત, ધર્મ કે પંથની બેટી માન્યતાઓનો વિરોધ કર્યો. પરંતુ એ પરથી કઈ સાધક વ્યક્તિગત ખંડનાત્મક કે કલુષિત પ્રવૃત્તિમાં ન પડી જાય એટલા માટે આ પ્રથમ સૂત્રમાં ફરી ચેતાવે છે કે તું એમના વ્યક્તિગત વર્તન સામે કશુંય લક્ષ ન આપ. માત્ર સ્વધર્મો સ્થિર થા. એટલે કે આત્માભિમુખ બન.
જે સાધકે વ્યક્તિગત કે સમાજગત ખંડનમાં પડી જાય છે, તે સાધકની સાધના ખંડિત થાય છે. ચિત્તનાં મળ, વિક્ષેપ તથા આવરણે દૂર કરવા માટે કેવળ તેમણે પોતાનો સ્પષ્ટ ધર્મ નક્કી કરી લેવો એ જ એમનું કર્તવ્ય હોય એમ સૂત્રકાર કહેવા માગે છે. આ અધ્યયન પણ સમ્યક્ત્વનું ચાલે છે.
દેવ, ગુરુ અને ધર્મ પરની શ્રદ્ધાને પણ આટલી મર્યાદા છે. પણ તે રહસ્ય ન સમજતાં જે સાધક વ્યક્તિગત ખંડનમાં પડી જાય, તો અંતઃકરણની શુદ્ધિનું કાર્ય કરવાને બદલે ઊલટે મળ વધે, એટલે બહિર્મુખ દૃષ્ટિને સૌથી પ્રથમ સંકોચી લેવી જોઈએ. તો જ આત્માભિમુખ પ્રવૃત્તિ તરફ વળાય.
અહી અધાર્મિકેના ત્રણ વિભાગો કસ્યા છે. તેમાં વૃત્તિના પરિણામની તરતમતાને ઊડે મમ છે. ધર્મભ્રષ્ટમાં અજ્ઞાન અને આસક્તિ બન્ને હોય છે. અધર્મપ્રચારકમાં પ્રાયઃ અજ્ઞાન હોય છે, પણ સધર્મના વિરેાધકમાં માત્ર અજ્ઞાન જ નહિ પણ વૃત્તિની મલિનતા અને શક્તિને દુરુપયોગ પણ સાથેસાથે જ છે. તે સૌના તરફ સાધકે ઉપેક્ષા રાખી સ્વલીનતા એટલે કે સ્વાભિમુખ દૃષ્ટિ રાખવી.
[૨] હે સાધક ! તું બરાબર વિચારી લે કે જેઓ પાપકર્મને દુઃખનું કારણ જાણી તેવાં અસદાચારણને ત્યાગ કરવા માટે, શરીરશુશ્રષાની કશીયે દરકાર કર્યા વગર, ધર્મના જાણું અને અંતઃકરણના શુદ્ધ તથા સરળ થઈ કર્મબંધનને તેડવા પ્રયત્ન કરે છે, તે જ ખરેખરા ઉત્તમ વિદ્વાને છે–એમ પ્રત્યેક તત્વદશી પુરુષ કહે છે.