________________
તૃતીય ઉદ્દેશક
તપશ્ચરણ
સૂત્રકારે પ્રથમ ઉદ્દેશકમાં અહિંસાને સત્યના સાધનરૂપે વર્ણવી બીજા ઉદ્દેશકમાં શુદ્ધ અહિંસાની સમીક્ષા કરી છે અને હિંસાના પ્રબળ વિરોધ દર્શાવ્યેા છે. હવે આ ઉદ્દેશકમાં અહિંસાના પાલન માટે તપ-ઇચ્છાના નિરોધ અને સંયમ એ અનિવાય હાવાં ઘટે, એમ સમજાવવા માટે તપશ્ચરણનું રહસ્ય બતાવે છે.
ચિત્તના મળવિક્ષેપ પણ આ સંસારના સુખનુ માધક કારણ છે, આત્મસ્વરૂપના દર્શનનું આવરણ છે. એ દર્દીને દૂર કરવા માટે જે એક અજોડ રસાયણ છે તેને જૈનદનમાં તપશ્ચર્યા કહેવામાં આવે છે. એ તપશ્ચર્યાના પ્રકાર એક નથી, પણ ભિન્નભિન્ન વેનાં ભિન્નભિન્ન દાંની સમીક્ષા કરીને શ્રમણ ભગવતે તેના ખાર ભેદ બતાવ્યા છે. એ રસાયણના સેવનથી આ જીવાત્મા શુદ્ધ, બુદ્ધ, પરિશુદ્ધ અને મુક્ત થાય છે. તે રસાયણનુ સેવન કરતારા સાધકે જે પચ્ચેા પાળવાનાં હાય છે તે સમજાવવા માટે