________________
૧૩૦
આચારાંગસૂત્ર
નોંધ – હવે આંતરિક દૃષ્ટિ પામ્યા પછી શું કરવું એ જણાવે છે – અસતપ્રવૃત્તિ એ જ પાપકર્મ, અને પાપકર્મનું પરિણામ એ જ દુઃખ. આથી દુઃખના આત્મત્તિક ક્ષચ માટે અસતને ત્યાગ અને સત્યને સ્વીકાર કે જે અસદાચરણના ત્યાગથી જ જન્મે છે, તેને જીવનમાં વણ જોઈએ. આવાં અસદાચરણના ત્યાગમાં જે દેહ તરફ બેદરકાર રહેવું પડે, પણ ત્યાં સત્યના શેધકને સત્ય આગળ દેહની કિંમત કશીયે ન હોય. પ્રથમ દેહ એ વિકાસનું અનુત્તર સાધન છે, માટે તે તરફ જરા પણ બેદરકાર ન બનવાનું સૂચવ્યું હતું. અહીં તેની મર્યાદા સૂચવી છે. સાધક દેહની શુશ્રષા જરૂર કરે, પણ તે વિકાસને ઉપયોગી હોય ત્યાં સુધી વિકાસના ભાગે નહિ. આ જ દૃષ્ટિએ વિલાસનિષેધ અને ઈચ્છાનિધિરૂપ તપશ્ચર્યાની આવશ્યક્તા જણુવે છે.
[] (હવે તે તત્ત્વદર્શી પુરુષે કેવા હોય છે તે વર્ણવે છે.) એ તત્ત્વદશી પુરુષો દુઃખનાશના ઉપાયને તથા મૂળકર્મના સ્વરૂપને જાણવામાં કુશળ, શારીરિક અને માનસિક દુઃખના પ્રબળ ચિકિત્સક (વૈદ્ય) અને યથાર્થ રીતે મિતભાષી હોય છે. તથા તેઓ રૂપપરિજ્ઞાએ (વિવેકબુદ્ધિથી) પદાર્થનું સ્વરૂપ જાણીને (ખર માર્ગ ગ્રહણ કરી) ખેટાંને ત્યાગ કરનારા હોય છે.
નોંધ –તત્વદર્શી પુરુષો માત્ર વિદ્વાન હોય છે, માટે તેમના પર શ્રદ્ધા રાખવી ઘટે, એમ નહિ. પણ તેમણે પોતાનું સાધકજીવન વિકસાવીને અનુભવ પ્રાપ્ત કર્યો છે, માટે તેમનું વચન શ્રદ્ધચ અને આચરણીય છે, એવું બતાવવા માટે સૂત્રકાર તત્વદશીના ગુણો વર્ણવે છે. આ રીતે વિકાનની વ્યાખ્યા પણ જે પ્રચલિત છે તે કરતાં જુદી જ દેખાય છે. જ્યાં વર્તન અને વાણીની એકવાક્યતા છે, ત્યાં જ વિદ્વત્તા છે એમ સમજાવ્યું છે. અને આવા તત્વદર્શીઓને જ તત્વ બતાવવાની યેગ્યતાવાળા તરીકે સ્વીકાર્યા છે તેનું કારણ એ છે કે તેવા મહાપુરુષો જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વસ્તુ, સ્વભાવ તથા સ્વપરના ભેદજ્ઞાનના અનુભવી હોવાથી સત્યમાર્ગનું યથાર્થનિરૂપણ અને ભાન કરાવી શકે છે.
(૪) માટે આ જગતમાં સતપુરુષોની આજ્ઞા પાળવાન ઈચ્છુક પંડિત સાધક અનાસકત બની ( ઇચ્છાને નિષેધ કરી), પિતાના આત્માને યથાર્થ જાણુને (સમજપૂર્વક) તપશ્ચરણદ્વારા શરીરને કસે.