________________
૧૧૪
આચારાંગસૂત્ર
અને ખીજી તરફ સૂક્ષ્મ જંતુઓ તરફ દયા હાવાનું બતાવનારાઓ માનવજાત પ્રત્યેની હમદર્દીથી પણ દૂર દેખાય છે. આ બન્નેને સૂક્ષ્મ રીતે અવલોકીએ તા કાઈની વૃત્તિ અને ક્રિયા ખન્નેમાં હિંસા દેખાય છે, તે કોઈની વૃત્તિ કરતાં ક્રિયામાં વધુ હિંસા દેખાય છે, અને કાઈની ક્રિયામાં કદાચ પ્રત્યક્ષ ન દેખાતી હેાય તાયે વૃત્તિમાં હિંસા હાય છે. જ્યાં અહિંસાનું સાચું સ્વરૂપ સમજાયું હેાય ત્યાં આવી સ્થિતિ ન હેાય, એમ સૂત્રકાર કહે છે.
સામાન્ય રીતે હિંસા એટલે કોઈ જીવને હણી નાખવું એટલી જ વ્યાખ્યા મનાય છે, પણ એ પૂર્ણ નથી એમ અહીં સૂત્રકાર કહે છે. અને તેથી કાઈ પણ જીવ—પછી તે નાના હાય કે મેટા હોય તેના ઉપર માલિકી રાખવી, મમત્વ રાખવું, કબજો ધરાવવેા કે તેની લાગણી દૂભવવી એ પણ હિંસા જ છે. હિંસાની આ સમજણ પછી અહિંસાની વ્યાખ્યા કેટલી ઉદાર હોય એ સહેજે સમજી શકાય. અહિંસાના ઉપાસક મનથી પણ કાઈની લાગણી દૂભવવા ઇચ્છે નહિ, પેાતાના આશ્રયે રહેલા જીવા પર અત્યાચાર ગુજારે નહિ. અધીન રહેલા નોકરચાકર કે પશુઓ પણ પેાતાના સમાન સુખ ઇચ્છે છે. તેમનામાંય ચેતનારાક્તિ છે, પ્રાણતત્ત્વ છે, દેહાર્દિ સામગ્રી છે, વ્યક્ત કે અન્યક્ત મનઃશક્તિ છે, જીવનેચ્છા છે અને સત્યની જિજ્ઞાસા પણ છે. એમ સમજી પેાતાને તેને માલિક ન સમજે પણ પાલક, પાષક કે પિતા તરીકે સમજે, અને તેના પર બાળક જેવું વર્તન રાખે. એ સાચી અહિંસા છે.
પણ જ્યાં પરિગ્રહની ભાવના, આસક્તિ અને મમતા છે, ત્યાં શુદ્ધ અહિંસા ન સભવે, જે સાચા અહિંસક હેાય તેના પ્રત્યેક કામાં વિવેકબુદ્ધિ જાગૃત જ હાય, એ કાયર ન હોય તેમ વિલાસીચે ન હોય. કાઈ પણ કાર્ડમાં એ પેાતાને સ્વા ખીન્તના ભાગે ન સાધે. આ જાતની ભાવના વગરની કહેવાતી અહિંસા એ અહિંસા તેા નથી જ.
[૨] આ જ ધર્મ પવિત્ર, સનાતન ( જૂના ), અને શાશ્વત (નિત્યવર્તી) છે. અને તેથી જ સંસારનાં દુઃખાને જાણનાર (હિતકારી) તીર્થંકર ભગવાને સાંભળવા તૈયાર થયેલાઓને, નહિ થયેલાઓને, ગૃહસ્થાને, રાગીઓને, ત્યાગીને, ભાગીને કે યાગીઓને સૌને બતાવ્યા છે.