________________
૧૨૨
આચારાંગસૂત્ર જેને આ રીતે કર્મોથી બંધાતા જોઈને કો સાધક ઉદ્યમવંત નહિ બને ?
[૪] પ્રિય જંબૂ ! જ્ઞાની ભગવાન સંસારમાં રહેવા છતાં સરલ, બધી ( મુમુક્ષુ, સુપાત્ર ભૂમિકાગ્ય ) અને બુદ્ધિશાળી પુરુષોને એવી રીતે ધર્મ કહે છે કે જેથી તેઓ કલેશ, શોક અને પરિતાપના સ્થાનમાં તથા કેધાદિ, વિષયાદિ કે નિંદાદિ દુષ્ટ દોષોના વાતાવરણમાં હોવા છતાંયે ધર્માચરણ કરી શકે છે. અહે! જંબુ ! આ વાત અનુભવપૂર્ણ સત્ય છે.
નેધ–ઉપરના સૂત્રમાં બે ભાવના છે. એક તો લોકસંગમાં રહેવા છતાં અનાસક્ત રહી વિકાસ સાધી શકાય છે, અને બીજી ભાવના એ છે કે આવા સંસારીઓને પિતાના વિકાસને માર્ગ જ્ઞાની જ બતાવી શકે. જેણે અનુભવ્યું છે, જેણે વિવિધ દૃષ્ટિબિંદુઓ પચાવ્યાં છે, જેનામાં અનેકાંતતા છે, અને વિક્ય છે, તે પુરુષ જ સાચું જ્ઞાન આપી શકે. ભિન્નભિન્ન વ્યક્તિઓના વિકાસ માટે માર્ગ પણ ભિન્નભિન્ન હોવા જોઈએ, એવો ભાવ આમાંથી સ્પષ્ટ નીકળે છે. સંસારમાં રહેવા છતાં ધર્માચરણ કરી શકાય છે, એમ કહીને અહીં ધર્મ અને વ્યવહારને સુમેળ સરસ રીતે સાથો છે. અણગાર કે આગાર કેઈ પણ માર્ગને આમાં એકાંત આગ્રહ નથી, આગ્રહ માત્ર વિકાસને છે. પણ એની રીત બતાવનાર પુરુષ જ્ઞાની હવો ઘટે. જેને લોકમાનસનો વિશાળ અનુભવ નથી, તેવા પુરુષો જે ઉપદેશ આપવા બેસે કદાચ અનર્થ પણ થાય, એવો ભાવ સૂત્રકાર અહીં રજૂ કરે છે.
[૫] અહો ! જંબુ ! કેટલું આશ્ચર્ય ! જે આ બધા જ મૃત્યુના મુખમાં જઈ પડ્યા છે. આવાં પ્રાણીને માટે મૃત્યુ નહિ આવે એવો કશો જ નિશ્ચય નથી. છતાયે આશાથી તણાતાં, ઊંધાં સ્થાનવાળાં પ્રાણી કાળના મેંઢામાં પડ્યાં પડ્યાં પણ જાણે કેમ કદી મરવું જ ન હોય, તેમ પાપક્રિયાઓમાં મસ્ત-તરબોળ રહ્યા કરે છે, ( કર્મબંધનથી ) વિચિત્ર જન્મપરંપરા વધારે છે, અને પાછા તેની તે જ આશાની જાળમાં સપડાય છે.