________________
અહિંસા અને ધર્મ
૧૨૩ [૬] આ સંસારમાં એવા પણ કેટલાએક ભારે કર્મી (મેહમૂઢ ) હોય છે કે જેમને નરકાદિ દુ:ખ ભોગવવાને જાણે નાદ જ ન લાગ્યો હોય, તેમ તેવાં અઘોર પાપકર્મો કરી ફરીવાર તેવા સ્થળમાં ઉત્પન્ન થઈ તે પ્રકારનાં દુઃખો વેદ્યા કરે છે.
નોંધઃ–પ્રથમ કારાગૃહમાં જતાં મનુષ્ય કરે છે, પરંતુ જે બેત્રણ કે ચારવાર ન હોય તેને પછી એ સહજ થઈ જાય છે. તેમ જેને અતિ કપરાં દુઃખોને પરિચય થઈ ગયો હોય તે જીવાત્મા એટલે ટેવાઈ જાય છે કે પછી તેને દુઃખને ભય જ જાણે ન લાગતો હોય એમ થાય છે. આમ કહેવાનું કારણ એ છે કે જીવાત્માને પોતાનાં કરેલાં કર્મોનો સમાઠે અનુભવ વારંવાર થાય છે, છતાં તે પોતાની મૂઢ પ્રવૃત્તિને સુધારવા પ્રયત્ન કરતો નથી. તેથી જ્ઞાની પુરુષો એમ અનુમાન કરે છે કે કદાચ તે પરિચયથી ટેવાઈ ગયો હશે (જોકે આ એક ઓપચારિક વાક્ય છે), નહિ તો પિતાની મેળે શા માટે આમ વારંવાર ફસાચ? ઘણીવાર કંઈ પણ ન કરવાની આળસુવૃત્તિને કારણે જે જીવો અમે શું કરીએ, અમને અનુકુળ સંચાગો નથી કે અમે ભારે કર્મે છીએ એવા લૂલો બચાવ કરે છે તેમને આ સૂત્રમાં મીઠું ઉદ્બોધન છે.
[૭] અતિ ક્રૂર કર્મો કરવાથી જીવો અતિ ભયંકર દુખવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અને જે જીવો અતિ ક્રૂર કર્મો કરતા નથી, તે તેવા દુઃખી સ્થાનમાં ઉત્પન્ન થતા નથી.
નોંધ-જીવાત્મા જે પ્રકારના કર્મો કરે છે, તેવા તેવા આકારમાં ચૈતન્ય વિકૃત થતું જાય છે; અને તે વિકૃત ચેતન્ય કર્મોને વશ હોવાથી જે પ્રકારના કર્મોને વ્ય વાતાવરણ હોય છે, તેવા તેવા નિકૃષ્ટ (હલકા) સ્થાનમાં એને યોજાઈ જવું પડે છે. આટલું સ્વરૂપ જેણું જે સાધકે અધમકૃત્ય કરતાં ડરે છે, તે અધમ સ્થાનમાં જવું પડે તેવું કલુષિત માનસ ઘડતા નથી.
[૮] આ પ્રમાણે જે સત્ય શ્રુતકેવળી પુરુષે કહે છે, તે જ સત્ય કેવળજ્ઞાની પુરુષે કહે છે. અને જે સત્ય કેવળજ્ઞાનીઓ કહે છે, તે જ સત્ય શ્રુતકેવળી પુરુષો પણ (આ સંસારના જીવોને સંબોધવા માટે ) કહે છે.