________________
અહિંસા અને ધર્મ
૧૨૫
નેંધ –જાતિથી અનાર્ય ગણાતા લકે કરતાં ક્રિયાથી જેઓ અનાર્ય છે તે વધુ ભયકંર છે; કારણ કે પેલા તે બિચારા પાપપુણ્ય કે ધર્મઅધર્મને સમજતા નથી, તેથી જ ભૂલ કરે છે. પરંતુ જેઓ ધર્મને સમજે છે છતાં ધર્મને નામે અધર્મ આદરે છે, તે ખરેખર ઉપયુંકત અનાર્યો કરતાં વધુ દૂષિત છે. અનાર્યમાત્ર પોતે જ પાપ કરે છે અને બે છે, પરંતુ આર્યને નામે અનાર્યમાં પ્રવર્તનારાઓ પોતે ડૂબે છે અને તેમને અનુસરનારા બીજા પણ અનેકને ડુબાડે છે. આ સૂત્ર એમ કહે છે કે કઈ પણ હેતુ માટે હિંસા, કરવી એ આર્યના સ્વભાવમાં ન હાય.
[૧૧] અને અમે તે કહીએ છીએ, બોલીએ છીએ અને એમ વર્ણવીએ પણ છીએ કે —–કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રયોજનથી મારવું, દુઃખ દેવું, સંતાપવું, પીડવું કે પ્રાણરહિત બનાવવું નહિ, અને એ (અહિંસક) રીતે વર્તવામાં જ દોષ નથી. આ વચન આર્યપુરુષોનું છે. | નેધઃ—જે કઈ મહાપુરુષોએ વિકાસ સાથે છે, તે અન્યને ભોગ. લઈને નહિ પણ અન્યને બચાવીને. આ ભાવનાને પ્રચાર કરવો અને વર્તવું, એ જ આર્ચસ્વ છે. એમાં જ આર્ય ધર્મ છે. બીજાને નાશ કરીને સ્વાર્થોધ અને અત્યાચારી બનવું અને વિકાસ સાધવો, એ બન્ને વાતો પરસ્પરવિરુદ્ધ છે. આર્યભાવનાને અહીં અચ્છો પરિચય મળે છે. આર્યસંસ્કૃતિ એટલે જૈન કે વેદસંસ્કૃતિ એમ નહિ, પણ આર્ય એટલે તે સંસ્કારી પુરુષ અને આર્યવ એટલે સંસ્કારિતા એમ સમજાય છે.
[૧૨] દરેક મતવાળાનાં ધર્મશાસ્ત્રોમાં શું શું કહેલું છે તે બરાબર તપાસીને અમે દરેક જાતના અનુયાયીઓને પ્રશ્ન કરીએ છીએ કે (શાસ્ત્રવાદને બહાને બેટા ઝગડાઓ મચાવી શા માટે એ મતના સંસ્થાપકને અન્યાય કરે છે ?) હે પરવાદીઓ ! વારુ, તમને સુખ અપ્રિય છે કે દુઃખ અપ્રિય છે? જે તમને દુઃખ જ અપ્રિય છે, તે તમારાં જેવાં ચેતનાવાળાં બધાં પ્રાણુઓને પણ દુઃખ જ મહાભયંકર અને અનિષ્ટ છે. તેમ સિદ્ધ થાય છે, માટે તમે તેમ વર્તે.