________________
અહિંસા
૧૧૫ નોંધવ્યાપક અહિંસાના પાલનમાં સમસ્ત પ્રાણુજાતની રક્ષા * અને નિર્ભયતા સમાયેલાં હોઈ તેમાં વિશ્વશાનિતનું મૂળ છે, એમ પ્રથમ
સૂત્રથી ફલિત થયું. આ સૂત્ર એમ કહે છે કે આવી જાતના વિશ્વપ્રેમના સંસ્કારેને સ્થાપિત કરાવે એ જ ધર્મ સાચે અને સનાતન ગણાય.
ધર્મની સત્યતા અને પ્રાચીનતા કાળ પરથી નિયત કરવામાં આવે છે, ત્યાં ભૂલ છે. કાળ કે સંયોગો પર ધર્મનું નિર્માણ જ નથી. ધર્મનિર્માણનો આધાર પ્રત્યેક જીવના પૃથક પૃથક જીવનવિકાસ પર નિર્ભર છે. જીવનનાં ક્ષેત્રે અને ભૂમિકામાં જેમ જેમ વિવિધતા દેખાય તેમ તેમ તે પાત્ર પરત્વે ધર્મમાં પણ તેવું વૈવિધ્ય હાય, અને હોવું ઘટે.
આથી જ કહે છે કે ધર્મતત્વ કેઈ અમુક સાધક, અમુક સંપ્રદાય કે અમુક સમાજ માટે જ નથી. સૂર્યનાં કિરણોની માફક પ્રાણીમાત્રમાં તેને ચિરાગ સળગે છે. માનવજાતમાં બુદ્ધિ અને પુરુષાર્થને સ્વાધીન વિકાસ હોઈ તેમાં આ તત્ત્વ વધુ વિકસિત બનવાનો સંભવ છે, અને તેથી તેમને ઉોધીને અહીં કહ્યું છે કે ગૃહસ્થ કે ત્યાગી, આ મતને માનનારે કે બીજા મતને માનનારા અને ભગી કે યેગી સૌ કોઈને આ ધર્મનું પાલન એકસરખું અનિવાર્ય બને છે.
જેકે ધર્મ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભૂમિકા તથા માનવપ્રકૃતિને અપેક્ષિત હાઈ તેમાં વિકાસભેદે તરતમતા હોઈ શકે પરંતુ જગતમાં જીવતી કઈ પણ વ્યક્તિ ધર્મતત્ત્વથી પૃથક્ તે ન જ હોઈ શકે અને રહી શકે.
આ રીતે જીવનમાં જેટલે અંશે ધર્મનું સ્થાન, ધર્મની વ્યાપક્તા અને ધર્મની વિવિધતા હોય, તેટલે અંશે અહિંસાનુંયે સ્થાન, વ્યાપક્તા અને વૈવિધ્ય હેવાં સ્વાભાવિક છે. આથી કોઈ પણ ક્ષેત્ર કે ભૂમિકામાં વસતા વિકાસેચ્છ માનવને તેનું પાલન સંભાવ્ય અને સુશક્ય બની રહે છે.
[૩] એ ધર્મ ખરેખરે છે, અને માત્ર જિનપ્રવચનમાં જ વર્ણવેલ છે. - નેંધ –માત્ર જિનપ્રવચન કહેવાનું અહીં એ પ્રયોજન છે કે – જૈનધર્મ અમુક કુલ, જ્ઞાતિ, કે સમાજ નથી. જૈન શબ્દ ગુણવાચક છે. જૈનના ગુણને ધારણ કરે તે જૈન. પછી તે ગમે તે જ્ઞાતિ, કુળ કે સમાજને