________________
અહિંસા
૧૧૭
માત્ર અહિંસક બની જવાતું નથી. અહિંસાના પાલન સારું પેાતાની રૂઢ માન્યતાઓ અને આદતાને ભેગ આપવેશ પડે છે, ઉપરના રંગરાગ પરના મેાહ ઘટાડવાના પ્રયાગ કરવા પડે છે. ત્યારે જ જીવનમાં આદર્શ અહિંસા વણાય છે. મેહ એ જીવન સાથે જકડાયેલા પ્રગાઢ અંધકાર છે. તે વિચારના દીપક સિવાય ન જઈ રાકે, એટલે મેાહ ઘટાડવા માટે સાધક વિચારે કે આ બહાર દેખાતું વિશ્વ એ વિચિત્ર નાટકશાળા છે. કહીં હાસ્ય, દન, સૌદર્ય, ભયંકરતા, પ્રેમ, નિર્દયતા, સ્વાભાવિકતા, કૃત્રિમતા આદિ અનેક વિવિધ રા તેમાં એક પછી એક પલટાતાં નજરે પડે છે; તથા એક જ સ્થાને ક્ષણે ક્ષણે નવાંનવાં રૂપે દેખાય છે. એ બધા દેખાવે જેઈ સાધક તેમાં તન્મય ન ખની જતાં તેનાં કારણાને તપાસે, અને દરેક પદાર્થને સમદષ્ટિથી અવલેાકી, તેના મૂળકારણ અને સ્વભાવનુ પૃથક્કરણ કરી તેમાંથી સદ્બોધને ધડો લઈ સવ્રુત્તિને વિકસાવે.
[૬] વળી દુનિયાની દેખાદેખી ( અંધ અનુકરણ ) પશુ ન કરે.
નોંધ:-બહારનું અાવું અને મેહ થવે! જે કારણે શક્ય છે તે મુખ્ય કારણ અહીં સમજાવ્યું છે. અધઅનુકરણમાં સાચી સમજના અભાવ હાય છે. જેઓ આધસ જ્ઞાને અનુસરે છે, તેમની સ્વતંત્ર બુદ્ધિ ક્ષીણ થતી રહે છે. એટલે એ પેાતાના સુખના સાચા માર્ગને વિચાર કરવાથી વંચિત રહે છે, અને મેાહને દૂર કરવાથી થતા સુખની કલ્પના પણ તે કરી શકતા નથી. અને મેાહ ખીજાની પ્રેરણાથી નહિ, પણ સ્વતઃ જન્મતા વિચાર અને વિવેકથી જ ધટે છે.
[૭] જે મેાક્ષાર્થી સાધકમાં લાકૈષણા ( બહિર્મુખ દિષ્ટ ) નથી હાતી, તે સાધકને ( એક સત્પ્રવૃત્તિ સિવાય ) બીજી કશીયે પ્રવૃત્તિ હાતી નથી. ( અથવા બીજો અર્થ અહીં એ પણ ઘટી શકે કે જેનામાં પ્રથમ કહેલી અહિંસક વૃત્તિ નથી તેનામાં સત્પ્રવૃત્તિ પણ ન હાઈ શકે.)
નોંધઃ—લોકેષણા જ સંસારનું મૂળ છે. હું બહાર સારો દેખાઉ' એ .ાતની આસક્તિથી જ પાપખ ધનની ક્રિયા થાય છે. એ લોકેષણા જેમ જેમ ધટતી જાય તેમતેમ તે સાધકની પ્રત્યેક ક્રિચામાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં શુધ્ધિનુ તત્ત્વ વધતું જાય. આવા શુદ્ધ મનુષ્ય કાઇનું અનિષ્ટ