________________
૧૧૬
આચારાંગસૂત્ર હો. અને તેથી જ સમસ્ત જગતની અપેક્ષાએ સૂત્રકારે ધર્મતત્વની તથા અહિંસાની વ્યાપક્તા વર્ણવી છે. અને એ કાળે જૈનત્વને અનુસરતા વર્ગ સિવાય ઈતર પ્રવર્તતા ધર્મ, મત કે પંઘમાં અહિંસાની આટલી ઉદાર વ્યાખ્યા ના હોય, અને વહેમ, રૂઢિ તથા અજ્ઞાનતાને લઈને દેવદેવીઓ કે એવાં નિમિત્તે થતી હિંસા અધર્મ નથી પણ ઊલટે ધર્મ છે એવા વિકૃત ધર્મનો પ્રચાર થતો હોય, એવો આશય ઉપરના સૂત્રના કાળથી ફલિત થાય છે.
[૪] માટે શાણે સાધક આવા નિર્દોષ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણુને શ્રદ્ધા કર્યા બાદ તે તેના પાલનમાં) આળસુ ન બને, અને સમજીને ગ્રહણ કર્યા બાદ તે ધર્મને પ્રાણુ જતાં સુધી ત્યાગ ન કરે.
નોંધ –સદોષતા અને ધર્મને લાગતુંવળગતું નથી. જે ક્રિયામાં જે રામ સંદેષતા હોય તે ક્રિયામાં તે સમયે ધમ ન હોઈ શકે. સૂમ હિંસા પણ ધર્મને નામે ક્ષમ્ય નથી. સંસ્કારિતાને ધર્મ સમજી તેવા સદુધર્મ પર શ્રદ્ધા રાખવી એમ કહે છે. આવા ધર્મમાં કેઈ દેશ, ક્ષેત્ર, સંપ્રદાય કે મત બાધિત ન હોઈ શ્રદ્ધા થવી અશક્ય નથી.
આવો ધર્મ જાળવવા છતાં ઉચ્ચકોટિને જીવનવ્યવહાર જાળવી શકાય છે, એટલે તે ધર્મનું પાલન અશક્ય નથી. માત્ર સાચી જિજ્ઞાસા અને સાચી વિચારણા હોવી ઘટે. એટલું જ કહે છે કે તેવા ધર્મના પાલનમાં “હું ધર્મને સમજતો નથી, મારામાં અમુક પ્રકારના આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ નથી, કે મારામાં ધર્મપાલનની કે ક્રિયા કરવાની શક્તિ નથી” તેવો બચાવ કરવાનો અવકાશ નથી. તેવા બચાવના ગર્ભમાં સાચું કારણેય હોતું નથી. આળસ અને પ્રમાદ જ આ જાતને બચાવ કરાવે છે. એટલે વિકલ્પોના વમળમાં ન ગુચાતાં સૌ કોઈ કોઈ પણ ક્ષેત્ર કે ભૂમિકામાં રહીને કમપૂર્વક સધર્મનું પાલન કરે. ધર્મપાલનમાં પ્રાણાર્પણની પણ પરવા ન હોવી જોઇએ.
[૫] સાધક દેખાતા રંગરાગમાં ( અંજાઈ ન જતાં) વૈરાગ્ય ધારણ કરે.
નેંધ –આ સૂત્રમાં અહિંસાના ઉપાસકોએ પદાર્થો પ્રત્યે મેહ ઘટાડો જોઇએ એમ બતાવ્યું છે. જ્યાં મોહ છે, ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસા થવાનો સંભવ છે જ. અહિંસાના સૂત્ર ઉચ્ચારવાથી, કે અહિંસક ગણાતા ધર્મમાં ભળી ઘડી બાહ્ય રૂઢિગત ચાલતી અહિંસક ક્રિયાઓ કરવાથી જ