________________
૧૦૬
આચારાંગસૂત્ર
[૬] જે એકને ખપાવે છે, તે બહુને ખપાવે છે; અને જે બહુને ખપાવે છે, તે એકને ખપાવે છે.
નોંધઃ–પરંતુ આસક્તિ પર વિજય કેમ મળે તેને આ સૂત્રમાં ઉત્તર છે. એકને એટલે કે મેહનીયને. જે એક મોહનીયકર્મ પર વિજય મેળવે છે, તે સર્વ પર વિજય મેળવી શકે છે કારણ કે એક માત્ર મોહનીયકમ જ સંસારનું મૂળ કારણું અને આત્મપ્રકાશમાં બાધા કરતું પ્રગાઢ આવરણ છે. મોહનીય એટલે મેહને વશ થઈ આત્મા જે કર્મ કરે છે. તેના પર વિજય મેળવ્યા પછી ઇતર કર્મો પર કાબૂ લાવવામાં કશીએ મુશ્કેલી પડતી નથી.
[૭-૮] જે બુદ્ધિમાન સાધક આજ્ઞામાં શ્રદ્ધાળુ છે, તે લેકનું યથાર્થ સ્વરૂપ જાણે છે; જે સંસારનું યથાર્થ સ્વરૂપ જાણે છે, તેને અન્યને તેમજ અન્યને તેનો ભય રહેતું નથી.
નેધ–અહીં આજ્ઞામાં શ્રદ્ધા હોવાનું સૂચવી સૂત્રકાર મહાત્મા એમ કહેવા માગે છે કે જ્યાં સુધી સત્પની આજ્ઞામાં શ્રદ્ધા હતી નથી, ત્યાં સુધી સાધનામાં નિશ્ચયતા આવતી નથી. આજ્ઞામાં શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી અંત:કરણ ઇચ્છે તોય આજ્ઞાનું યથાર્થ પાલન ન જ થઈ શકે. અપણુતા વિના આજ્ઞાપાલન ન થાય, અને અર્પણુતા તે શ્રદ્ધા પછી જ આવે. તેથી જ અનુભવી પુરુ ભાખે છે કે, શ્રદ્ધાવાન મને જ્ઞાનમૂ. આત્મજ્ઞાન શ્રદ્ધાથી જ જન્મે છે. સારાંશ કે શ્રદ્ધા જ સૌથી પ્રથમ અગત્યની વસ્તુ છે. શ્રદ્ધા પછી જ સાચું જ્ઞાન જાગે છે, અને તેવા જ્ઞાન પછી જ શાન્તિ સાધ્ય બને છે.
શ્રદ્ધા એ હૃદયની વસ્તુ છે, તો તે સાચી રીતે ત્યારે જ જાણે છે કે જ્યારે સદબુદ્ધિના અંશે સર્વ રીતે ખલ્યા હોય, નિરાભિમાનિતા આવી હોય અને આજ્ઞામાં અર્પણ થઈ જવા જેટલી બુદ્ધિ ઘડાઈ ગઈ હોય. આ વાત. ભૂલવી જોઈએ નહિ. પુરુષ, શાસ્ત્ર અને સદબુદ્ધિાર કરેલું નિશ્ચય એ ત્રિપુટીને મેળથી સાચી શ્રદ્ધા જાગે છે, એમ મહાપુ વદે છે. આવી સાચી. શ્રદ્ધા કેવળ તર્કબુદ્ધિથી કે કેવળ લાગણના ઉછાળાથી આવી શકે નહિ. તે માટે શુદ્ધ હૃદય અને સદબુદ્ધિ બને તૈયાર જોઈએ, અર્થાત કે જિજ્ઞાસા જોઈએ, વેરાગ્ય જોઈએ અને વિવેક પણ જોઈએ. શ્રદ્ધાદારા સાચું આત્મજ્ઞાન થાય, અને આ થયા પછી જ ભય વિરમે. જે પોતે નિર્ભય બને છે, તેનાથી