________________
૧૦૮
આચારાંગસૂત્ર દેષને ત્યાગે છે; જે દેષને ત્યાગે છે, તે મેહને ત્યાગે છે; અને જે મેહને ત્યાગે છે, તે ગર્ભથી મુક્ત થાય છે. જે ગર્ભથી મુક્ત થાય છે, તે જન્મથી મુક્ત થાય છે; જે જન્મથી મુક્ત થાય છે, તે મરણથી મુક્ત થાય છે, જે મરણથી મુક્ત થાય છે, તે નરકથી મુક્ત થાય છે; જે નરકથી મુક્ત થાય છે, તે તિર્યંચગતિથી મુક્ત થાય છે; અને જે તિર્યંચગતિથી મુકત થાય છે, તે દુઃખથી મુક્ત થાય છે.
નોંધ –હવે ત્યાગના ફળનો ઉપસંહાર કરતાં કરતાં સૂત્રકાર કષાયો અને તેનાથી જન્મતી સ્થિતિથી માંડીને ઠેઠ ભવભ્રમણ સુધી આ ક્રમ વર્ણવી દે છે.
આ સૂત્રમાં સમસ્ત પ્રાણીસમાજની ગંભીર ચિકિત્સા છે, જડ અને જીવાત્માના સંબંધનું બયાન છે, અને સંસારનાં મૂળભૂત કારણોની રહસ્યપૂર્ણ સમીક્ષા છે.
ક્રોધનું સ્થાન અહીં પ્રથમ મૂક્યું છે, તેમાં પણ રહસ્ય છે. કોઇને ક્રિયારૂપે જે અનુભવ થાય છે તે પોતે ક્રોધ નથી, પણ ક્રોધનું પરિણામ છે. ક્રોધ એટલે જુસે, આવેશ. આવો આવેશ પદાર્થ પ્રત્યેની આસક્તિના પરિણામથી જન્મે છે. ગીતાજીમાં પણ કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી આત્મઘાત, આત્મઘાતથી અયુક્તતા, અયુક્તતાથી ભાવનાને વિધ્વંસ, ભાવનાના વિધ્વંસથી સંપૂર્ણ અશાંતિ અને અશાન્તિથી દુ:ખ આ જ ક્રમ છે. પણ આ કમને કોઈ પણ સાઘક પગથિયારૂપે સમજીને પ્રથમ પહેલે પછી બીજે અને પછી જ ત્રીજે જવાય એમ ન સમજી લે! કારણ કે આવો કમ સમજનાર ઘણીવાર ભૂલમાં પડે છે. જોકે ઘણુંખરા માણસોને ઉપલક રીતે જોઈએ એટલે કે ક્રિયા પરથી તપાસીએ તો તે ક્રોધી નથી દેખાતા પણ માની દેખાય છે. કેઈ અભિમાની દેખાય છે. પણ ક્રોધી નથી દેખાતા. પરંતુ આ દેખાતી સ્થિતિ એ વાસ્તવિક સ્થિતિ નથી. તેનામાં જે નથી દેખાતું તે માત્ર નિમિત્તકારોની ગેરહાજરીને લઈને છે, મૂળકારણના નાશને લીધે નહિ. જે એક ક્ષેત્રનો ગુણ છે તે નિમિત મળતાં બીજા ક્ષેત્રને દુર્ગુણ બને એ સ્વાભાવિક છે.
જેનામાં એક સગુણ સ્વાભાવિક્તાથી જાગે, તેનામાં બધા ક્ષેત્રોમાં તે સગુણોને પ્રકાશ પડવો જોઈએ. પછી નિમિત્તોની અપેક્ષાએ ઓછા કે વધુ