________________
ત્યાગનું ફળ પ્રમાણમાં દેખાવું એ જુદી વાત છે. અને જો એમ ન હોય તે વાસ્તવિક વિકાસ. ન ગણાય. ધર્મને પણ આવી વિજ્ઞાનબુદ્ધિથી તપાસવા જોઈએ. જે સાધક ધર્મસ્થાનમાં અસત્ય ન બોલે, પણ જીવનવ્યવહારને લગતી ક્રિયાઓમાં એટલે કે કાપડ માપતાં કે માલ લેતાંદેતાં જૂઠું બોલે તે સાધકે ધર્મની આરાધના કરી નથી એમ મનાય. એક ક્રિયા થાય એટલે બીજું તેની સાથે ને સાથે જ થાય છે. ઘડિયાળનું એક મુખ્ય ચક્ર ચાલે, એટલે બધાં ચક્રો અને તેના કાંટાઓ તેની સાથે જ ફરવાના. તેમ એક ક્રિયામાં સાચી શુદ્ધિ આવે એટલે આખા જીવનમાં શુદ્ધિને સંચાર થયા વિના રહે નહિ.
[૧૧] માટે બુદ્ધિમાન સાધકે ( આવેશનું મૂળ બાળી આ રીતે) ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ તથા મેહથી પૃથફ થઈને ગર્ભ, જન્મ, મરણ નરકગતિ અને તિર્યંચગતિના દુઃખોથી નિવૃત્ત થવું. આ શસ્ત્રોથી વિરમેલા અને અશસ્ત્ર ( ત્યાગ )દ્વારા આગળ વધી સંસારના પાર પામેલા સર્વજ્ઞ પુરુષોનું અનુભવપૂર્ણ વાક્ય છે.
નેધ–સર્વજ્ઞનું વચન કહી અહીં સૂત્રકાર પુરુષોની આજ્ઞાની અધીનતા સ્વીકારવાની પ્રેરણું આપે છે, અને એ પરથી એમ પણ ફલિત થાય છે કે સર્વજ્ઞ કે પુરુષોની આજ્ઞા સ્વયં શ્રદ્ધાસ્પદ બની શકે છે. કારણ કે તે આજ્ઞા નિર્ચાજ અને નિઃસ્વાર્થ હોય છે. તેમાં કેવળ લોકકલ્યાણનો એક જ ઉચ્ચત્તમ ઉદેશ છે.
[૧૨] એ રીતે પ્રથમ કાર્યોનાં મૂળકારણોને છેદી ( આવતાં કર્મોનાં દ્વારે રેકી ) પછી પૂર્વકૃત કર્મોને અંત લાવી શકાય.
નોંધ –સૌ સુખને, આત્મસ્વરૂપને ઝંખે છે, અને તે મેળવવા ભિન્નભિન્ન દિશામાં—કોઈ બાહ્ય ભૌતિક ક્ષેત્રમાં, કેઈ માનસક્ષેત્રમાં અને કઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં એમ ભિન્ન ભિન્ન પ્રયત્ન પણ કરે છે; છતાં જે વસ્તુને એ ઇચ્છે છે તે શાથી નથી મળતું? એને સૂત્રમાં સૂક્ષ્મ ખુલાસે છે. એ સૂત્રમાં પ્રથમ કર્મોનાં મૂળ કારણેને છેદવાનું કહી, એમ કહેવા માગે છે કે
જ્યાં સુધી બાધક કારણનો નાશ ન થાય ત્યાં સુધી ઈષ્ટસિદ્ધિ ન થાય, પછી ગમે તેટલી અને ગમે તેવી એ ક્રિયા સુંદર દેખાય તો તેમાંથી સંતોષ ન મળે, જેમકે કેાઈ ધ્રુવકાંટાને હાથમાં લઈ ગમે તેટલી આકરી પ્રતિજ્ઞાઓ આપે તો તે ઉત્તર દિશાભિમુખ રહેવાને. તેને આંગળી વતી પૂવ