________________
૧૦૭
ત્યાગનું ફળ જગત પણ નિર્ભય જ બને છે. આ સ્થિતિ સહજતાની છે; સંપૂર્ણ અહિંસાની છે. કારણ કે, જે અંદર છે તેનું જ બહાર પ્રતિબિંબ દેખાય છે. અંદરની વૃત્તિ જ બહારની ક્રિયાનું મૂળ કારણ છે. સ્થિતપ્રજ્ઞ અને ભક્ત સાધક પોતે લોકથી બીતા નથી અને લેક તેનાથી બીતા નથી, કારણ કે તે પોતે નિર્ભય બન્યો હોય છે. અને જે પિતે નિર્ભય હોય, તે જ બીજાને નિર્ભય બનાવી શકે છે.
[૯] શસ્ત્રો એકબીજાથી ચડતાંઊતરતાં, તેજ કે નરમ તથા તીણ કે સામાન્ય એમ હોઈ શકે છે, પરંતુ અશસ્ત્રમાં ચડતાઊતરતાપણું હોતું નથી.
નોંધ –અહીં શસ્ત્ર અર્થાત આત્માને બાધા કરનારાં તરવોએટલે કે આસક્તિ અને તેનાથી જન્મતા રાગાદિ શત્રુઓ સમજવાના છે. વાસના એક મટે અને બીજી જન્મે. એક સામાન્ય હોય અને બીજી વિશેષ હોય, એક મંદ હોય અને બીજી તીવ્ર હોય, એમ તેમાં અનેકપરું અને વિવિધપણું હોય છે. પરંતુ અશસ્ત્ર અર્થાત કે આત્માની સહજદશામાં તેવું કશું હોતું નથી. આ વસ્તુને નીચેના દષ્ટાંતથી બરાબર સમજી શકાશે.
એક માણસ ક્રોધથી, બીજો અભિમાનથી, ત્રીજે ઘણાથી, ચોથા વિષચાસક્તિથી, પાંચમે લોભથી એમ વિવિધ રીતે આત્માને હણી શકે છે. તેમ જ એ ક્રોધ, અભિમાન, ઘણે, વિષયાસક્તિ અને લોભમાંય વળી તરતમતા બતાવનારાં અનેક કારણે અને ક્રિયાઓ થતી દેખાય છે. પરંતુ આત્માની સહજદશામાં, સમભાવમાં કે શુદ્ધ પ્રેમમાં તેવા ભેદ નથી. તે તો બધી સ્થિતિમાં ને બધે સ્થળે એક જ સ્વરૂપમાં રહે છે. પ્રચંડ ક્રોધી પણ કઈ પર ક્રોધી, તો કેાઈ પર સ્નેહી, એમ વિવિધ બનશે; પરંતુ સમભાવી કે શુદ્ધ પ્રેમીનું તો સર્વત્ર અને સર્વ સ્થળે તે જ તત્ત્વ દેખાશે. તે શત્રુ પર પણ પ્રેમ અને સમભાવ જ હેાળશે, અને મિત્ર પર પણ તે જ અમૃત વેરશે. સારાંશ કે પતનના માર્ગોમાં વિવિધતા છે. સહજવિકાસના માર્ગમાં એ જાતની વિચિત્રતા નથી. જ્ઞાની ભક્ત, મૂર્ખ કે કર્મકાંડી કઈ પણ હે, આત્મવિકાસના માર્ગે જે હેાય તે સૌ સમાન છે, ત્યાં ભિન્નતા નથી..
[૧૦] જે ક્રોધને ત્યાગે છે, તે માનને ત્યાગે છે; જે માનને ત્યાગે છે, તે માયાને ત્યાગે છે; જે માયાને ત્યાગે છે, તે લોભને ત્યાગે છે; જે લોભને ત્યાગે છે, તે રાગને ત્યાગે છે જે રાગને ત્યાગે છે, તે
રો.
-
,