________________
૧૧
આચારાંગસૂત્ર
દિશાભિમુખ રાખવા પ્રબળ પ્રયત્ન કરે, તો તે સ્થાન પર આંગળી હોય ત્યાં સુધી જ તે પૂર્વ દિશા તરફ રહે, અને આંગળી લઈ લો એટલે ફરીને તે ઉત્તર દિશા તરફ વળી જવાનો. આ રીતે સેંકડો વર્ષ સુધી કેઈ યત્ન કરે તો તેનું મૂળ કારણ જાણી તે બાધક કારણ દૂર ન કરાય ત્યાં સુધી તે સ્થિતિમાં ફેર પડે નહિ. પણ જ્યારે તે પહેલાં તેનું બાધક કારણ શોધે, એટલે કે જ્યારે તેને
ખ્યાલ આવે કે ધુવકાંટા પર રહેલા લોહચુંબક નામને ધાતુ ઉત્તર દિશામાં તેને આકર્ષે તેવા તેના ડુંગરાઓ છે. અને તેથી તે દિશા તરફ ખેંચાય છે. અને આમ જણ્યા પછી તે ધાતુને ઉપરથી દૂર કરે ત્યારે તે મનુષ્ય તે કાંટાને ઇચ્છિત માર્ગે વાળી શકે. તે રીતે જે સાધક પોતાની થતી ભૂલનું મૂળ શોધી તેને દૂર કરે તો જ તે ઈચ્છિત પંથે આગળ ધપે અને પેચની પ્રાપ્તિ કરી શકે.
[૧૩] પશ્યકને ઉપાધિ શી છે? નથી જ અને નથી. તે પ્રયોગ પણ નથી. . નેધ–હવે સૂત્રોને ઉપસંહાર કરતાં સૂત્રકાર અહીં પશ્યનું આબેહૂબ સ્વરૂપ આપે છે. પશ્યક એટલે દ્રષ્ટા, દ્રષ્ટા એટલે દશ્ય જેનાર નહિ પણ સ્વરૂપ જેનાર. આને રંગમંડપ પર વેશ ભજવતા નટ સાથે સરખાવીએ તો એમ કહી શકાય કે નટ જોઈ એ તો ભૂપતિની ભૂમિકા ભજવે કે ભિખારીની ભૂમિકા ભજવે, પણ બને સ્થિતિમાં તેને પિતે નાટકિયે છે તે સ્વરૂપનું ભાન રહે છે અને રાજા કે ભિખારીના વેશની અસર તેના ઉપર થતી નથી. જે પોતાના
સ્વરૂપનું ભાન થયા પછી દ્રષ્ટા બની ગયો છે, તેવા સાધનાસિદ્ધ પુરુષને સારા કે માઠા પ્રસંગો કે દો સાથે સંબંધ હોવા છતાં તેની સારી કે માઠી અસર તેને વળગી શકતી નથી; એટલું જ નહિ પરંતુ એ સ્થિતિની પ્રશંસા વર્ણવી શકાય તેવી પણ એ સ્થિતિ હોતી નથી. એમ કહી એ સ્થિતિ કેવળ અનુભવગમ્ય છે એમ બતાવે છે. ત્યાગના પરિણામે થતું કષાયોનું શમન આ રીતે દ્રષ્ટા હોવાનું ભાન કરાવે છે.
ઉપસંહાર કષાય એ જ ભવભ્રમણનું મૂળ છે એટલે જેટલે અંશે કષાયોનું શમન તેટલી જ નિરાસકિત કે ત્યાગની સફળતા છે. કષાયોના શમનથી આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિની પરાકાષ્ઠાનું પ્રમાણ સર્વજ્ઞતાની પ્રાપ્તિ. કારણ કે જે એકને