________________
૧૦૩
ત્યાગનું ફળ શબ્દથી થઈ શકે. વેદજ્ઞાન પણ એ જ કહે છે કે : સર્વશઃ ૩ વિદ્ એટલે કે જે સર્વજ્ઞ છે તે સર્વને સંપૂર્ણ જ્ઞાતા છે, અથવા જે પદાર્થમાત્રના સર્વ ધર્મોના જ્ઞાતા છે તે જ સર્વજ્ઞ છે. સારાંશ કે, એક આત્મધર્મની ચાવી હાથ લાગે એટલે બધા પદાર્થોના બધા ધર્મની ચાવી હાથ લાગી જાય. આ વાતને એક સાદા દૃષ્ટાંતથી આ રીતે સમજી શકાય. દા. ત. કોઈ એક માણસ કઈ એક નગર તરફ જવા માગે છે. તેના માર્ગ વચ્ચે રસ્તામાં અનેક આડાઅવળા માર્ગો ફૂટે છે. પણ પ્રત્યેક સ્થળે પાટિયા પર તે તે સ્થળોનાં નામો લખ્યાં છે. નીકળેલો માણસ સાક્ષર હોવા છતાં જ્યાં સુધી એ પાટિયાં તરફ જતો નથી, અને પોતાને જે માર્ગે જવું છે તે ધ્યેયને મેળ સાધતા નથી, ત્યાં સુધી તે અનેક નાનીમોટી કેડીઓદ્વારા પરિભ્રમણ કરવા છતાં ચેકસ સ્થળે પહોંચી શકતો નથી; જોકે તે અનેક માર્ગે જવાથી રસ્તે જતાં જતાં બીજ અનેક દશ્યોને અનુભવ કરશે ખરે. પણ તેને અક્ષરે ઉકેલવાની મૂળ ચાવી ન મળે, ત્યાં સુધી તેની સિદ્ધિ નહિ થાય અને પરિશ્રમ અનંત થશે. પરંતુ જેને એ ચાવી મળી જાય તે કેવળ પોતાના ઇચ્છિત પંથે પહોંચશે, એટલું જ નહિ બલકે જતાં જતાં માર્ગમાં તે બીજા પણ માર્ગોને અનુભવ કરી શકશે. એ રીતે જેને પદાર્થોના ધર્મને ઓળખવાની ચાવી મળી જાય, તે પિતાના ઇષ્ટમાર્ગે જઈ શકશે. એટલું જ નહિ પણ તે ચાવી દ્વારા એને જગતના વિવિધ પદાર્થો અને તેમના વિવિધ ધર્મોનું સહજ ભાન થશે. - વિજ્ઞાન આજે ભલે ગમે તે સ્વરૂપમાં પરિણમતું હોય, પરંતુ વિજ્ઞાનનું બેચ ઉપર કહ્યું તે જ—એટલે કે પદાર્થોના ધર્મની મૂળચાવી શોધવાનું છે. તે ચાવી શોધાઈ ગઈ એટલે એના એક પદાર્થમાંથી અનેક જુદીજુદી સ્થિતિઓને અનુભવ અને ઉપયોગ થઈ શકે-જેમ ઘણું શાસ્ત્રના વાચકો આજ સુધી આ દ્રશ્ય શશિત ' “શબ્દમાં શક્તિ છે' એમ બોલ્યા કરતા હતા, પણ એ શક્તિ કયાં છે. એનું મૂળ શોધવા વિજ્ઞાને મંથન કર્યું, તો તે પ્રયત્નદ્વારા તે શક્તિ જાણી શકાયું અને એ શક્તિનો વિવિધ ઉપયોગ પણ કરી શકયું. રેડિયો, ટેલિફેન ઇત્યાદિ શોધો શબ્દશક્તિના પરિચયથી દશ્યમાન થાય છે. આ પરથી એમ સમજાય છે કે ભલે કઈ એક જ વિષયનો અભ્યાસી હોય પણ જે તે વસ્તુની ઉપર રહેલી વિવિધ અવસ્થાઓનું નહિ પણ એ અવસ્થાઓ જેથી ઉત્પન્ન થયું છે તે તત્ત્વનું સ્વરૂપ જાણે, તે તેને પ્રત્યેક પદાર્થના સ્વરૂપને અનુભવવાની મૂળ ચાવી હાથ લાગી જાય. પણ આવું