________________
૧૦૧
- ત્યાગનું ફળ - મુક્ત થનાર, અને તેથી જ સર્વત્તપદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પુરુષોનો આ સાક્ષાત અનુભવ છે.
નોધ -જેમ ઝેર પીવાથી મનુષ્ય મરે ને અમૃત પીવાથી અમર બને જ એવા પદાર્થના પરિણામને અનુભવ થાય છે, તેમ ત્યાગનું ફળ કક્ષાના ઘટવાપણારૂપે પરિણમે એવો અનુભવી પુન અટલ વિશ્વાસ અને નિશ્ચય છે. જોકે અનંત કાળને જેની સાથે આ જીવાત્માને અભ્યાસ છે એ કષાયનું સર્વથા નાબૂદ થવું તુરત શક્ય નથી, છતાંયે જે ક્રિયા ઓછી કે વધુ પ્રમાણમાં કષાય કે જે સંસારના મૂળ કારણભૂત છે તેની હાનિ કરે તે જ ક્રિયાને ધર્મક્રિયા તરીકે ઓળખી શકાય. જેટલે અંશે સંચમ, ત્યાગ કે તપશ્ચર્યા ફળે તેટલે અંશે કષાયે ઘટે જ. તેથી જ વ્યક્તિ વ્યક્તિને થતા કષામાં તારતમ્ય હોય છે. એક વ્યક્તિને ક્રોધ તેને સળગાવે છે, એટલું જ નહિ પણ સમાજ કે દેશને સુદ્ધાં દુઃખના નિમિત્તરૂપ બની મહાઅનર્થ જન્માવે છે; ત્યારે બીજી વ્યક્તિ નિમિત્તવશ બની ભૂલથી ક્રોધ તે કરી નાંખે છે; પરંતુ સહજ વારમાં તે કેધ શાંત પડી જઈ કેટલીકવાર સ્નેહના રૂપમાં તાત્કાલિક પલટાઈ જાય છે, અને કેધ બદલ તેને ખૂબ પશ્ચાત્તાપ થતો પણ અનુભવાય છે. આનું કારણ તે તે વ્યક્તિની આત્મકલુષિતતા કે આત્મશુદ્ધિ છે.
જનદર્શનકારએ એક એક કષાયનાં ચારચાર પેટાભેદ પાડી સમવવા પ્રયાસ કર્યો છે. તેના નામે આ પ્રમાણે છે: અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલની. આ ભૂમિકાઓ અનુક્રમે તીવ્રતમ, તીવ્રત, તીવ્ર અને નરમરૂપે હોય છે, એમ આ ચાર કષાયોના સોળ ભેદે સમજવા જેવા છે. આ રીતે કષાયને ત્યાગ જ પદાર્થ ત્યાગનો હેતુ બને છે. જેમજેમ ક્રોધાદિ રિપુઓ ઘટે, તેમ તેમ અંતઃકરણની શુદ્ધિ થતી જાય છે. અંત:કરણની શુદ્ધિ પછી જ આત્મસાક્ષાત્કાર થઈ શકે છે, અને આત્મસાક્ષાત્કાર પછી સમસ્ત વિશ્વનો સાક્ષાત્કાર સહજ રીતે થાય છે.
[૨] જે એકને જાણે છે, તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે.
નોંધઃ- જે સર્વ પર્યાયોથી એક જણે છે, તે સર્વને જાણી શકે છે. સર્વ પદાર્થોને સંપૂર્ણ રીતે ત્યારે જાણે છે કે જ્યારે નિજસ્પરૂપને જાણે છે– એમ સમજવું આ ઉપરના સૂત્રને ભાવાર્થ છે. જે સ્વભાવ એકનો છે, તે જ