________________
સાવધાનતા
ઉપસંહાર ત્યાગ પછીચે પ્રમાદ ક્ષમ્ય નથી. સર્વને આત્મસમાન ગણી પ્રત્યેક ક્રિયામાં જવાબદારીપૂર્વક જાગ્રત રહેવું એ અપ્રમાદ છે. સમભાવ પ્રાપ્ત થયા વિના જીવનમાં અપ્રમાદ વણાતો નથી. જયાં બાહ્ય દૃષ્ટિ છે, ત્યાં શુદ્ધ સમભાવ ટકતા નથી. એટલે સમભાવ એ જ સાધનાનું પ્રધાન લક્ષ્ય હોવું ઘટે.
દેહસંચમ યાત્રાનું સાધન છે. ઈદ્રિયો અને મનદ્વારા સાધના સફળ બને છે. એટલે વિષયેના વેગને સંયમ સાધનામાં પૂર્ણ આવશ્યક છે; અને તે અસ્વાભાવિક પણ નથી. આત્માનંદ ચાખ્યા પછી બાહ્ય દષ્ટિ આપોઆપ વિરમી જાય છે.
કર્મનાં વિચિત્ર પરિણામોને સમભાવી જ સરળતાથી સહે છે. એ જાણે છે કે જે કમને ર્તા છે, તેણે તે ભેગવવાં જ રહ્યાં. આત્માથીનું સત્ય એ એક જ લક્ષ્ય હોય. વિષયોના વેગને દબાવ્યા વિના સત્યનું લક્ષ્ય પ્રાપ્ત થવું શક્ય નથી. સમદષ્ટિવંત અને મેક્ષાથી સાધક સત્યલક્ષી બની સત્યની પૂર્ણતા પામે છે.
એમ કહું છું. શીતોષ્ણીય નામના અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો.