________________
સાવધાનતા [૧૩] હે પુરુષ! તું સત્યનું જ સેવન કર; કેમકે સત્યની આજ્ઞાથી જ પ્રવર્તતાં બુદ્ધિમાન સાધકો સંસારને પાર પામે છે અને ધર્મને યથાર્થ રીતે પાળીને કલ્યાણ મેળવે છે.
નોંધ –તો પછી આત્માને કયા માર્ગે વાળવો એ પ્રશ્ન રહે. એથી આ સૂત્રમાં સૂત્રકાર તેનોયે ખુલાસો આપે છે કે સત્ય તરફ વળે. સત્ એટલે હેવું. જે જેમ છે તેમ હોવું એનો અર્થ એ કે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે–તેની ઉપરની ઉપાધિઓ સામે ન જોતાં–તેનો મુખ્ય સ્વભાવ નિરખીને, તેના ભાનપૂર્વક વર્તવું; એટલે સત્યમય જીવન બનાવવું. આવા સત્યાથીને સત્યમય બનતાંની સાથે જ તેનું કલ્યાણ છે. સત્યની પૂર્ણ સાધના એટલે વિકાસની પરાકાષ્ઠા છે. એમ કહીને અહીં મેક્ષ, સ્વર્ગ, મુક્તિ કે તેવું કઈ પણ ધ્યેય નહિ પણ સત્ય એ જ ધ્યેય હવું ઘટે એમ બતાવી, બીજા દયના બાના હેઠળ વિકૃતિ નભવાને સંભવ હોઈ કેવળ સત્યને જ દયેય બનાવવા ઉપર ભાર મૂકતા હોય એવું દેખાય છે.
[૧૪] રાગ અને દ્વેષથી કલુષિત થયેલા કેટલાક (કહેવાતા) સાધકે આ ક્ષણભંગુર જીવન માટે કીર્તિ, માન કે પૂજા મેળવવા સારુ પાપકર્મો કરવામાં મશગૂલ રહે છે, અને તે પાપકર્મ દ્વારા (પણ) મળેલી કીર્તિ વગેરેથી ખૂબખૂબ ખુશ થાય છે.
નેધ–સાધનામાર્ગમાં જોડાયા પછી વિષચલિપ્સા શમી ગઈ હોય એવા ઘણા સાધકો મળી આવે છે. પરંતુ તેવા સાધકોને, કીર્તિ, માન, પૂજા કે પ્રતિષ્ઠાનું ભૂત વળગી જાય છે અને તેને સત્યમાર્ગે જતાં પકડી રાખે છે. સૂત્રકાર કહે છે કે એ પણ રાગદ્વેષનું મહાન કારણ છે. એના ફાંસામાં ફસાયેલા સાધક પણ એક યા બીજા પ્રકારને સંસાર વધારે છે. સારાંશ કે સાધક જીવનનું દયેય કે ચાથીનું લક્ષ્ય કેઈ પણ જાતના બાહ્ય આકર્ષણ તરફ નહિ પણ કેવળ આત્માભિમુખ એટલે સત્ય તરફ જ હોવું ઘટે. આમાં ઉપરના સૂત્રને સંબંધ સમજીએ તો સત્યનું સ્થાન પહેલું છે, અને તે જ દયેય છે, એમ દેખાયા વગર રહેતું નથી.
[૧૫] માટે સાધક પિતાની સાધનામાર્ગમાં દુઃખ કે પ્રલોભને આવી પડતાં વ્યાકુળ ન થાય. અને હે પ્રિય જંબૂ ! હું ખાતરીપૂર્વક