________________
સાવધાનતા
૯૫
દેખાય, જ્યારે એક સત્કર્મ કરતો હોય છતાં દુ:ખી દેખાય. પણ આવું તો માત્ર ઉપરના બાહ્ય દેખાવરૂપ કે કર્મના કાળની અપકવતાને લીધે દેખાય છે. વાસ્તવિક રીતે કમ તેના કર્તાને છોડતું નથી, સંસ્કારરૂપે તે સ્થાયી રૂપ ધારણ કરે છે, અને જીવાત્માને તેનું ફળ આપે જ છે. ભલે તે આ જન્મમાં આપે કે પછીના જન્મમાં આપે. પણ જીવમાંથી જ્યારે વિભાવિક્તા જાય છે ત્યારે તેને સ્વાભાવિક સ્થિતિ અને કુદરતને અચળ કાયદો સમજાય છે. અમુક સ્થિતિએ પહોંચ્યા વગર આ વાત કદાચ ન પણ સમજાય, પરંતુ આપણે ઝેર એ ઝેર છે એમ અનુભવીને જ નથી સમજતા. એવા તો ઘણાયે વિષયો છે કે જેનો જ્યાં સુધી આપણને સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી પણ સ્વીકાર કરવો જ પડે. ભલે સ્વાનુભવ થતાં સુધી એ આપણું શોધને વિષય રહે; તોયે સમય આવ્યે એ સત્ય આપણને જડવાનું છે, એવી આપણે ખાતરી રાખવી જ પડે કે જેથી એમ કરતાં કરતાં પણ એ શેાધ પૂરી થાય.
[] યોગી સાધકના મનમાં વળી સુખ શું અને ઉદાસીનતા શું ? (છતાં સાધના એ કંઈ સિદ્ધ દશા નથી એટલે) કદાચિત એવો પ્રસંગ આવે તો તે પ્રસંગને અનાસક્તભાવે વેદી લે. સાધક હાસ્ય, કુતૂહલ ઈત્યાદિને છોડીને ઇંદ્રિય, મન, વાણી અને કાયાને, કાચબો જેમ પિતાનાં અંગોને ગોપવી રાખે છે તેમ, હંમેશાં ગોપવી રાખે.
નેધ–કાચબો જેમ શરીરને સહસા ન ભેદી શકાય એવી પીઠના રક્ષણતળે દબાવીને બાહ્ય આક્રમણથી બચે છે એમ બહારની બધી બાજી સંકેલીને આત્માભિમુખ થવાના સતત પુરુષાર્થને સાધક ઢાલ બનાવી બાહ્ય આક્રમણોથી બચે. કાચબાનું દૃષ્ટાંત શક્તિઓને કેન્દ્રિત કરવાનું અને ઇદ્રિયજય મેળવવાનું સૂચવે છે.
[૧૦] હે જીવ! તું પિતે જ તારે મિત્ર છે. બહારના મિત્રને ક્યાં શોધી રહ્યો છે ? ( બહાર શા માટે મિત્રને ઈચ્છે છે ?)
નોંધ –તને જે કંઈ જોઈએ છે, અનંત કાળથી જે ઇચછી રહ્યો છે, તે બીજે કઈ નહિ આપી શકે; તે તને તારામાંથી જ મળશે, અને ત્યાં જ તે ભર્યું છે. જેને શોધે છે, તે તું જ છે. પ્રત્યેક આત્મા અનંતતાને શોધી રહ્યો છે. આત્મસ્વરૂપ સિવાય કઈ પણ સ્થળે અનંતતા નથી. છતાં અનંત એ