________________
«
આચારાંગસૂત્ર કહું છું કે સમદષ્ટિવંત અને સેક્ષાથી સાધક લોકમાં રહ્યા છતાં લેક અને અલેક સબંધીના સર્વ પ્રપંચથી દૂર રહી શકે છે. :
નોંધઃસાધનામાર્ગમાં સાધકને અનેક વખતે અનેક પ્રસંગોમાં ભય અને લાલચે આવ્યા કરે. સૂત્રકાર મહાત્મા કહે છે કે એ સમયે સાક વિહવળ ન બનતા સંસારનાં આકર્ષણોથી દૂર રહે. જેને સત્યમાર્ગની તમન્ના જાગી છે એને એવા અનુભવો થવા સ્વાભાવિક છે; અને એવા અનુભવો વિકાસના નિમિત્તોને એક ભાગ છે એમ કહીએ તો પણ ચાલે. જે પ્રલોભનનાં નિમિત્તોમાં મનની ચંચળતા થાય, તે એ ચંચળતાને અધીન થતાં પતન થવું સુલભ થાય છે. આ પતન એટલું તો ભયંકર છે કે તેના સપાટામાંથી ઉન્નત દશા પર જવું અતિ અતિ કપરું છે. આથી જ પ્રલોભનનાં નિમિત્તે કરતાં સંકટનાં નિમિત્તો ઇષ્ટ છે, એવો જ્ઞાનીઓને અનુભવ છે.
જોકે આવી પડેલાં સંકટોને—કઈ જાતના માનસિક વૃત્તિના પ્રતિકાર સિવાય–સહન કરવામાં પણ કંઈ ઓછા આત્મસામર્થ્યની અપેક્ષા નથી, એ ભૂલવા જેવું નથી. એક ચાલાક નટ દોર પર ચાલે છે. તેની આસપાસ એક બાજુ ઊંડી અને ભયંકર ખીણ છે, અને બીજી બાજુ પથરાના ડુંગરાઓ છે. આવે જ સમયે તેની કાર્યદક્ષતાની કસોટી થાય છે. જેણે સત્યદૃષ્ટિ સાધ્ય કરી છે, જેનું એક જ લક્ષ્ય છે, જે બીજા અનેક નિમિત્તો સામે પસાર થવા છતાં તેમની સામે મીટ સુધ્ધાં માંડતો નથી કે મન પર ભય, રાગ કે વૈરની અસર થવા દેતા નથી, તે જ સાધક સાધનામાર્ગને ધીમેધીમે છતાં નિર્ભય રીતે વટાવે છે.
સાચો મોક્ષાથી અને સમદષ્ટિવંત સાધક લોકમાં રહેવા છતાં લોકાલોકના પ્રપંચથી મુક્ત થઈ શકે છે. એમ કહીને સૂત્રકાર એ બતાવે છે કે સંસાર બહાર નથી, સંસાર તો આત્માની સાથે છે. એટલે બાહ્ય સંસારમાં રહેવા છતાં સર્વ પ્રકારના પ્રપંચથી છૂટી શકાય છે. પરંતુ તેને માટે એક તો સાચી દષ્ટિ અને બીજું મેક્ષાથીપણું એ બને તો જોઈએ. કેટલાક સાધકેમાં મુમુક્ષુભાવના જાગી હોય છે, પણ સમદષ્ટિ–વિવેકબુદ્ધિ જાગ્રત નહિ હોવાથી તેઓ સત્યમાગે પિતાના પુરુષાર્થને વાળી શક્તા નથી. એટલે દષ્ટિમાં સમતા સૌથી પ્રથમ આરાધી લેવી જોઈએ. જેટલું મમત્વ, અભિમાન, બાહ્ય પ્રશંસા અને કૃત્રિમ વસ્તુ પર ઢળતી વૃત્તિથી દૂર રહેવાય, તેટલી જ સમદષ્ટિ સધાય.