________________
ચતુર્થ ઉદ્દેશક
ત્યાગનું ફળ
શીતષ્ણય અધ્યયનના ત્રણ ઉદ્દેશકમાં ત્યાગની આવશ્યકતા, ત્યાગનું સ્વરૂપ અને ત્યાગમાં અપ્રમત્તતાનું સ્થાન એમ કમપૂર્વક વર્ણન આપ્યા પછી હવે સૂત્રકાર તથા ઉદ્દેશકમાં ત્યાગનું પરિણામ બતાવે છે.
ત્યાગની ઓળખ અમુક વેશ, અમુક દર્શન, અમુક પંથ કે અમુક સંપ્રદાયથી નથી થતી; કષાયોનું શમન એ જ ત્યાગીના ત્યાગની આદતાનું માપક યંત્ર છે. જ્યાં એટલે અંશે કષાયોની ઉપશાંતતા કે ક્ષય ત્યાં તેટલો જ તે ત્યાગી. જે ત્યાગીની છાયા કષાયેને હળવા. કરવાને બદલે વધારે તે ત્યાગ ત્યાગ નથી.
- ગુરુદેવ બોલ્યા – [૧] વહાલા જંબૂ! જે સાધક ઉપર વર્ણવેલા ત્યાગને ઉપાસક હોય છે, તે અવશ્ય ક્રોધ, માન, માયા અને લેભને વમશે જ; અર્થાત કે આદર્શ ત્યાગ અવશ્ય તે સાધકના કષાયને ઘટાડશે જ. એવો (બિનઅનુભવી પુરુષને નહિ પણ) પોતાના પૂર્વકાલીન સકળ કર્મોનો અંત કરનાર, કર્મના આગમનનું દ્વાર પણ બંધ કરી કર્મબંધનથી સર્વથા