________________
સાવધાનતા
૯૩
ઉત્પન્ન થાય છે. આત્મભાન થતાં દેહભાન જણું થાય છે, અને દેહભાન નષ્ટ થતાં દેહધર્મ' આપે!આપ વિરમી જાય છે. તેવા ઉચ્ચ કોટિના સાધકને શસ્ત્રો છેદીભેદી શકતા નથી કે અગ્નિ ખાળી પણ શકતા નથી. )
નોંધઃ-પૂર્વ સૂત્રોમાં લૌકિક વાસનાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું. આ સૂત્રમાં આગમન અને ગમન શબ્દથી સંસારસ્વરૂપ આપી કોઈ પણ ઋદ્ધિ, સમૃદ્ધિ કે સિદ્ધિની ઝંખના કરવી એટલે સ`સાર વધારવે એમ પારલૌકિક અને ઇહલોકિ કામનાઓને લગતી વાત સૂત્રકાર વદે છે. ત્યાગ કે તપદ્વારા સ્વર્ગલેાક મળે છે તેવી વાસનાપૂર્વક ઘણાયે સાધકે ત્યાગ અને જપતપ કરતા હોય છે. એટલે કે પારલૌકિક સુખના હેતુપૂર્વક અહિક સુખને ભેગ આપતા હેાય છે. અને કેટલાક સાધકે તે ચોગમળથી તથા ત્યાગ તપશ્ચરણથી સિદ્ધિ ઉત્પન્ન કરવાનું ધ્યેય રાખતા હેાય છે. અહીં સૂત્રધાર કહે છે કે કોઈ પણ ક્રિયાનું પરિણામ તો આવે જ છે. પરંતુ જે ક્રિયા પાછળ ભૌતિક સુખ, ઋદ્ધિ, સમૃદ્ધિ કે સિદ્ધિ મેળવવાની ઝંખના છે તેમાં અપ ણતા કે ત્યાગ છે, એમ કહી ન શકાય. ત્યાગ, તપ અને યોગબળનેા એક જ હેતુ હેાવા ઘટે, અને તે રાગ અને દ્વેષને ઘટાડવાને. જ્યાં ઐહિક, અલૌકિક કે પારલોકિક કાઈ પણ સિદ્ધિની ઝંખના છે, ત્યાં રાગના અશાના સંપૂર્ણ ક્ષયની ભાવના છે એમ ન કહી શકાય.
સમતાયોગની જેમજેમ સાધના થતી જાય, તેમતેમ રાગ અને દ્રેષ ઘટતો જાય, અને રાગદ્વેષ ગયા પછી આત્મવેદન દેહ હેાવા છતાં આત્મભાવે સહજ રીતે થતું જાય. આવા ચોગી પુરુષને કોઈ શસ્ત્રા છેદીભેદી કે ખાળી શકતા નથી, એને અર્થ એ કે દેહ પર થતી તેવી કોઈ પણ અસર તેની આત્મીય એકાગ્રતામાં ડખલ કરી શકતી નથી. આ દશા અધ્યાત્મ ચેાગીઓની સહજદશા છે. ચેાગીએ આ ભૂમિકા પર સહજ રીતે હેાય છે. દેહને લેશ પણ ઇન્દ્ર ન થાય તેવી સિદ્ધિ તેમને પ્રાપ્ત હાવાં છતાં પણ તેઓ તેને તુચ્છ ગણે છે. જગતમાં તેમની આ સિદ્ધિએ સ્પષ્ટ દેખાતાં તેમની તરફ લેાકાણું ખૂબ વધે છે, છતાં તેમને મન સિદ્ધિએ કેવળ તુચ્છ વસ્તુ હાય છે તે કદી તેને ઉપયોગ કરતા નથી અને કરવા ઇચ્છતા પણ નથી. તેઓ તો કેવળ કર્મીજન્ય પરિણામને જાણીને દેહકષ્ટને સમભાવે વેદી લે છે. એમના આત્મા પર
દેહદુ:ખની અસર થવા પામતી નથી.