________________
આચારાંગસૂત્ર
રસેપભોગ ઇંદ્રિયો અને વિષયોમાં છે એમ માની કઈ રૂપ કે રસાદિ વિષયોમાં આકર્ષાતાં પહેલાં આટલો વિચાર કરે તો સારું. આ સૂત્ર રચી સૂત્રકાર એમ કહેવા માંગે છે કે રૂપ પતે સૌદર્ય નથી પણ સાંદર્યનું પ્રતિબિંબ છે. સોંદર્ય એ કુદરતની જગદ્રવ્યાપી બક્ષીસ છે, અને તે સહજ છે. પદાર્થમાત્રમાં તે ખજાને અખૂટ રીતે ભર્યો છે. પણ જેમ પદાર્થનું પદાર્થવ લૂંટાતું કે ખવાતું નથી, તેમ સાંદર્ય એ કંઈ લૂંટવાની કે ખાવાની વસ્તુ નથી. સાંદર્ય એ કેવળ નિરક્ષણીય—અનુભવનીય વસ્તુ છે. જેવી રીતે દેહછાયાને પકડવા માટે તેની પાછળ દોડતે મુસાફર જેમ જેમ નાસે, તેમતેમ છાયા દૂર ને દૂર થતી રહે છે અને નિરાશા તથા શ્રમથી તે દુઃખિત થઈ જાય છે, તે જ રીતે રૂપમાંથી સાંદર્ય લુંટવાની લાલસાવાળા માનવીની દશા થાય છે. આથી જ આ સૂત્રમાં સૂત્રકાર મહાત્મા કહે છે કે રૂપમાં રસેપગની પ્રાપ્તિ નથી. જે રીતે રૂપ તે જ રીતે ઇન્દ્રિયોના પ્રત્યેક વિષયના સંબંધમાં સમજવું. પણ રૂપ એ આંખનો વિષય છે, અને આંખ એ એક એવી ઇંદ્રિય છે કે તેની ગતિ અને ચપલતા અતિતીવ્ર હોય છે તેનું આકર્ષણ પણ તેટલું જ ઉગ્ર અને તેને માટે નિમિત્ત પણ પળેપળે તેવાં અને તેટલાં જ મળતાં રહે છે. બીજી ઇંદ્રિયોને જે પ્રલોભને સહજ નથી હોતાં તેવાં આંખને સહજ રીતે અને વિનાપ્રયને પ્રાપ્ત થઈ પડે છે. બીજી ઈન્દ્રિયોના વેદન પછી પણ મનને તાત્કાલિક અસર પહોંચે છે તેવું કંઈ નિશ્ચિત નથી. પરંતુ આંખ તો સતત જાગૃત હેવાથી એક વસ્તુ જેઈ કે તુરત જ મનમાં તેનું પ્રતિબિંબ પડવાનું, ચિત્ત પર સંસ્કારે જમાવવાનું; અને એકવાર જ્યાં મનને વેગ ઢન્યો પછી તે ફરીફરી તે જ તરફ ખેંચી જવાનું. આથી અહીં આંખના વિષયરૂપે રૂપનો પ્રધાનપણે નિર્દેશ કર્યો છે. આ વસ્તુ આખું વિશ્વ વેદી રહ્યું છે; પણ જે જાગે છે તે જ જોઈ શકે છે, તે જ જાણી શકે છે. આવું જાણ્યા પછી બાહ્ય ખાં પર રાગ કેમ થશે ? એટલે કે વિરાગ જ જન્મશે. આ ભાવનાથી થયેલો વૈરાગ્ય એનું નામ સહજવૈરાગ્ય.
[૬] એ રીતે આગતિ (આગમન) અને ગતિ (ગમન)નું સ્વરૂપ વનાણીને (એટલે કે સંસારનું રહસ્ય સમજીને) જે મહાપુરુષોએ ( આત્મસમતલતાની) સાધનાધારા રાગ અને દ્વેષ દૂર કર્યા છે, તે સમસ્ત લોકમાં કોઈથી પણ છેદીભેદી કે બાળી શકાશે નહિ. (દાવું, ભેદાવું કે બળવું એ માત્ર દેહધર્મ છે. અને તે દેહભાવથી