________________
૨૪
૨૪
આચારાંગસૂત્ર [૮] ગુરુદેવ! અગ્નિસમારંભમાં અગ્નિ સિવાય બીજા ક્યા જીવોની હિંસા થાય છે તે કૃપા કરી સમજાવો.
પ્રિય શિષ્ય! સાંભળ; અગ્નિના આરંભથી પૃથ્વી, ઘાસ, પાંદડાં, લાકડાં, છાણ અને કચરાને આશ્રયે રહેલાં નાનામેટાં અનેક જીવજંતુઓ તથા પતંગિયા વગેરે ઊડતા જી અગ્નિ જોઈને જ્યારે અગ્નિમાં પડી જાય છે ત્યારે તેમાંના કેટલાક જીવો તે તુરત ખાખ જ થઈ જાય છે અને કેટલાક સંકુચિત થઈ પછી મૂછિત થાય છે અને મૂર્ણિત થયા પછી ત્યાં જ મરી જાય છે.
[૯] પરંતુ આ વિવેક હિંસા કરનારને હેતે જ નથી. જે અહિંસક રહેવા માગે છે, તેને જ આ બધે વિવેક હેય છે.
નોંધ – અવિવેકી ક્ષણેક્ષણે પાપપરંપરા વધારે છે જ્યારે વિવેકી સાધક કાર્ય કરવા છતાં વિવેકદ્વારા જ પાપને ઘટાડે છે.
[૧૦] આ રીતે બુદ્ધિમાન શ્રમણ હિંસાનું પરિણામ જાણીને સ્વયં અગ્નિકાયના જીવોને આરંભ ન કરે, અન્યદ્વારા ન કરાવે અને કરનારને અનુમોદન પણ ન આપે. આ રીતે અગ્નિકાયના જીવોની હિંસાનું દુષ્પરિણામ જે જાણે છે તે પરિશ્નાતકર્મા ( વિવેકી ) શ્રમણ કહેવાય છે.
એમ કહું છું. શસ્ત્રપરિણાઅધ્યયનને ચતુર્થ ઉદ્દેશક પૂર્ણ થયા.