________________
૩૪
આચારાંગસૂત્ર
છે. આટલું જે વિચારી શકે છે, તે બીજાના ભાગે પિતાનું સુખ કદી વાંચ્છ નથી. અન્યને દુઃખ ઉપજાવી પ્રાપ્ત કરેલું સુખ એ સુખ નથી, પણું સુખભાસ છે. જ્યારે અન્યને શાંતિ પહોંચાડવાથી કદાચ સંકટ પ્રાપ્ત થાય, તોપણ તેના ગર્ભમાં સુખ જ છે.
[] આવું જાણી અહીં મોક્ષમાર્ગનાં સાધનો (જ્ઞાન, દર્શન, ચારિત્રાદિને પામેલા સંયમી પુરુષો સૂક્ષ્મ જીવોની હિંસા કરી પોતે જીવવા માગતા નથી. "
[3] પરંતુ બીજા સંયમીઓને જોઈ કેટલાક પિતાને ત્યાગી કહેવડાવવા છતાં પણ વાયુકાયના મહારંભદ્વારા વાયુના જીવો પર શ ચલાવે છે; અને તેમને તથા તેમને આશ્રયે રહેલા બીજા નાનામેટા કૈક જીવને હણી નાખે છે. '
ના [૪] ત્યાં ભગવાને આ જીવિતવ્ય નિભાવવાનો વિવેક સમજાવ્યું છે. છતાં જેઓ વંદન, માન કે સત્કાર માટે, ઉદરનિર્વાહ માટે, જન્મમરણથી મુક્ત થવા માટે અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણ માટે ધિર્મનિમિત્તે સ્વયં વાયુસમારંભ હિંસા) કરે છે; બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે, તેમને તે વસ્તુ તેમના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે.
[૫] જ્ઞાની ભગવાને કિંવા જ્ઞાની પુરુષોના સંસર્ગથી રહસ્ય પામીને એ સાધકેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે, કે જેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી વાયુકાય સમારંભ કરી વાયુના છો પર શસ્ત્રને આરંભ કરે છે અને તેને લઈને તદાશ્રિત રહેલા અનેક જીવને હણી નાખે છે તેમને તે વસ્તુ ખરેખર બંધન, આસક્તિ, માર અને નરકના કારણભૂત છે. છતાંય જેઓ આસક્ત છે તે લોકો એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે.” ' .
. ! - ' = ] પ્રિય શિષ્ય જંબૂ ! તને કહું છું કે –તે વાયુના
જીવોની સાથે બીજાં પણ ઊડતાં મચ્છર ઇત્યાદિ પ્રાણીઓ છે. તેઓ વાયુની સાથે એકઠાં થઈને પડે છે અને વાયુની હિંસા કરતાં તે પણ પિડાય છે, મૂછિત થાય છે અને મૃત્યુ પામે છે . . .”