________________
પ્રથમ ઉદ્દેશક
નિરાસક્તિ
સમભાવની સ્થિતિમાં રહેલે સાધક, વિષયે કદાચ સાંનિધ્યમાં આવી પડે તોયે વિષયને લેપ લાગવા દેતા નથી. રાગ અને દ્વેષને વિષય સાથે સંબંધ એ સાધકને બરાબર જ્ઞાત હોય છે. આવી સાધનાને નિરાસક્તિયોગની સાધના કહી શકાય. સંયમ અને પદાથત્યાગની પાછળ આ વૃત્તિ તરફ સાવધાન રહેવાનું આ ઉદ્દેશકમાં સૂચવતા
ગુરુદેવ બોલ્યા:[૧] (અમુનિઓ) અજ્ઞાની જને (જાગૃત હોય તોયે) સદા સૂતેલા છે. (મુનિઓ) જ્ઞાની જને સદાયે ( આત્માભિમુખ ) જાગૃત છે.
નેંધ–નિદ્રા બે પ્રકારની હોય છે –(૧) દ્રવ્યનિદ્રા (૨) ભાવનિદ્રા, દ્રવ્યનિદ્રા કેવળ દેહ તથા ઇદ્રિયોના શ્રમનિવારણાર્થે છે. તે નિદ્રાથી સૂનારને શીધ્ર જાગૃતિ છે. પરંતુ જેઓ ભાવનિદ્રામાં સૂતેલા છે, તેઓ જાગતા દેખાવા છતાયે સુષુપ્ત છે. અજ્ઞાનથી પ્રાપ્ત થયેલી ચૈતન્યની સુષુપ્તિ એ ભાવનિદ્રા છે. આ સંસારના પ્રાણુઓ લગભગ ભાવનિદ્રાથી સૂતાં છે. કેઈ કઈ વિરલ મહાપુરુષો અજ્ઞાનનો અંધકાર દૂર થવાથી જાગૃત દેખાય છે. બાકી આ સંસાર દીર્ધ નિદ્રામાં સૂતો છે, અને એવી ગાઢ સુષુપ્તિ હોવાથી જ તેની સામે આ વિશ્વની નાટ્યશાળામાં જન્મ, જરા, મૃત્યુ, રેગ, દુઃખ, સંકટ એવાં અનેક અનુભવપૂર્ણ નાટક ભજવાયે જાય છે. છતાં પરચત્તિ
પત્તા આંખ ખુલ્લી હોવા છતાંયે તેઓ જોઈ શક્તા નથી, એટલે કે મેળવવા ગ્ય અનુભવ મેળવી શક્તા નથી. આનું નામ જ ભાવનિદ્રા છે.