________________
લોકસંસર્ગ રાખો, પણ મમત્વ છોડવું ૭૧ દેહ અને તેને લગતાં સાધમાં સમાવી દે છે તેનું નામ અહંવૃત્તિ. અહંવૃત્તિનું પદાર્થ પર ગમન થયા પછી પદાર્થ પરની મમતા જાગવા માંડે અને એ જાગ્યા પછી જ્યારે મમત્વબુદ્ધિને આરંભ થાય ત્યારે જ પતનનો પ્રારંભ થાય છે.
મમતામાં માત્ર પદાથ પ્રત્યેની માલિકી જ નથી, પણ એ માલિકીમાં સાધનબુદ્ધિને અવકાશ છે; જ્યારે મમત્વબુદ્ધિમાં તો તે પદાર્થ પ્રત્યેના મોહ સિવાય બીજું કશું દેખાતું નથી, આત્મભાન સુધ્ધાં ભૂલી જવાય છે. આથી જ તે પદાર્થ જડ હોવા છતાં ચિતન્ય ત્યાં વેચાઈ જાય છે, અને તેને જ માત્ર સાધ્ય કપીને તેમાં જ આસક્ત બની અધઃપતન સ્વયં વહેરી લે છે. અને એ જ લોભથી અહંકારની પુષ્ટિ થાય છે. આસક્તિથી ચૈતન્યની ક્ષીણતા થાય છે, ચૈતન્યની ક્ષીણતાથી કર્મબંધન થાય છે અને કર્મબંધનથી સંસાર વધે છે. સંસારની વૃદ્ધિ એ જ દુઃખનું કારણ છે.
લોકસંજ્ઞા અને હિંસક વૃત્તિને છતીને મૌનત્વમાં આગળ વધવું, મૌનત્વની સાધના પછી જ ઉપદેશક બનવું, યોગ્યતા પ્રમાણે જ અનુભવમય ઉપદેશ આપી લોકકલ્યાણ અને આત્મકલ્યાણનો સમન્વય સાધવો, અને કર્મબંધનથી છૂટવાનું જ માત્ર લક્ષ્ય રાખી સંચમ, ત્યાગ, પ્રેમ, નિર્ભયતા ઇત્યાદિનો આધાર લઈ, વચ્ચે આવતાં બાધક કારણોને દૂર કરી, વિકાસના સપાને ચડયે જવું. એમ કરતાં કરતાં કર્મબંધનથી સવથા મુક્ત થવાય છે, અને એ જ લોકવિજય છે.
એમ કહું છું. એ પ્રમાણે લેકવિજય નામનું દ્વિતીય અધ્યયન પૂર્ણ થયું.