________________
શીતોષ્ણીયા
શીત અને ઉષ્ણ એ બન્ને શબ્દો મળીને શીષ્ણુ એવે સમાસ થાય છે. તે સંબંધી વીગત આમાં હેવાથી આ અધ્યયનનું નામ શીતય પડયું છે.
શિત અને ઉષ્ણ એ બને ભિન્ન અને પરસ્પરવિરોધી ગુણે દેખાય છે. પરંતુ તે બન્નેને વેદનારું મન તે એક જ છે. જે તત્ત્વ ઠંડીનો અનુભવ કરાવે છે, તે જ તત્ત્વ ઉષ્ણને અનુભવ કરાવે છે.
જે વસ્તુ સુખને જન્માવે છે, તે જ વસ્તુમાંથી દુ:ખ પણ જન્મી શકે છે. આ અનુભવ જીવમાત્રને સ્વાભાવિક થાય છે. પરંતુ શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ, એ બનેથી પર એવી કઈ સહજ સ્થિતિ પણ કઈ વાર ચિત્ત અનુભવે છે. સાધકને એ અનુભવ થતાં અને સૂક્ષ્મ રીતે અવલેતાં તે જાગૃત થઈ જાય છે, અને આ અનુભવમાં જ સાચો આનંદ છે એવી એને પ્રતીતિ પણ થતી જાય છે.
જૈનદર્શનમાં આ સ્થિતિને સમભાવગ તરીકે નિર્દેશ છે. વિકાસની સાધનાને સમભાવ એ જ પાયે છે.