________________
૭૬
આચારાંગસૂત્ર બૂઢાપ અને મૃત્યુ આવતાં એ દશા રખે જતી રહેશે એ બીકથી પદાર્થ પ્રત્યેને માત્ર મેહ જ નહિ પણ મહામોહ જાગે છે, અને મહામોહમાં પડી એ જીવાત્મા અકરાંતિયાની જેમ પદાર્થના સ્વરૂપનો નહિ પણ પદાર્થનો જ ઉપભોગ કરવા મંડી પડે છે. આ જ સંસારને જીની વિહવળતાનું મૂળકારણ.
જ્યારે એ જીવાત્માને બૂઢાપો, યુવાની અને મૃત્યુ એ બધી સ્થિતિઓ પિતાનું નહિ પણ પિતાના વેપ્ટન (દેહ)નું પરિવર્તન માત્ર છે, એવી તીવ્ર પ્રતીતિ થશે, અથવા બીજી રીતે કહીએ તે પિતાના શુદ્ધ ચૈતન્યમય અને અવિનાશી સ્વરૂપની તેને જ્યારે ઓળખાણ થશે, ત્યારે એ પદાર્થો પ્રત્યે ઉપભોગ કરવા છતાં સહેજે નિરાસક્ત રહી શકશે. આવી સ્થિતિ એ જ ધર્મના વાસ્તવિક રહસ્યવેત્તા સાધકની સ્થિતિ છે એમ જાણે.
દેહ અને આત્માની ભિન્નતાના સાચા જ્ઞાનના અભાવથી મહામહ થઈ જે વ્યાકુળતા જન્મે છે, તે વ્યાકુળતાનું રહસ્ય જાણ્યા વિના અંત નથી. માટે એ રહસ્ય સમજીને સંયમમાર્ગમાં પ્રવેશાય તો જ એ સંચમ વિકાસનો સંપૂર્ણ સાધક નીવડે.
[૬] (આ સંસારમાં મેહ એ જ વિષુળતાનું કારણ છે માટે એવાં ) વિષ્ફળ પ્રાણીઓને જોઈને મુનિ સાવધાનતાથી સંયમમાં પ્રવર્તમાન થાય.
[૭] હે બુદ્ધિમાન મુનિ (મોહથી ભાવનિદ્રા અને તેથી ઉત્પન્ન થતું દુઃખ) એવું જાણીને તું વિહવળ થવાની ઈચ્છા ન કરીશ ( અર્થાત કે સાવધાન રહેજે ).
નોંધ –મહામોહના કારણે જે વિહવળતા જન્મે છે તેનું મૂળ કારણ દેહ અને આત્માની ભિન્નતાનું અજ્ઞાન છે, એ વાત સમજીને સાધકે સંચમમાર્ગમાં પ્રવર્તમાન થવું ઘટે, અને એ સાધક જ સંચમના રહસ્યને સમજી શકે એવું ઉપરના સૂત્રમાં પ્રતિપાદન છે. અનુભવ પણ એમ જ કહે છે કે જ્યાં સુધી આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સહજ સંચમની જાગૃતિયે થતી નથી, અને સંયમની સહજસ્કુરણ વિના જે સંચમ દેખાય છે તે સંયમ આત્મવિકાસમાં સીધી રીતે સાધક નીવડી શકતો નથી.