________________
૮૯
સાવધાનતા
ગુરુદેવ મેલ્યાઃ
[૧] હૈ જંબૂ ! અવસર મળેલા જાણીને કાઈ પણ ત્યાગી પ્રમાદ ન કરે.
નોંધ:-પદાર્થોથી કે વિષયેાથી વેગળા રહ્યા એટલે ત્યાગ થઈ ગયા, એવી ભ્રાન્તિ ઘણાખરા શાણા ગણાતા સાધકામાં પણ પ્રવર્તતી હોય છે. સૂત્રકાર મહાત્મા અહીં એ ભેદ ટાળી નાખે છે અને સમાવે છે કે પદાર્થોને ત્યાગ એટલે કેવળ નિમિત્તોના ત્યાગ. તે ત્યાગ ઉપાદાનની—સત્ત્વની સંશુદ્ધિ અર્થ ઉપયોગી નીવડે એટલા માટે છે. તેથી હવે તે સાધનાનો ઉત્તમ અવસર મળેલા જાણી ઊલટું એવડી રીતે જાગૃત રહેવું ઘટે, એટલે કે ક્ષણ પણ પ્રમાદ ન કરવેશ ઘટે.
પ્રવૃત્તિમાનને નિષ્ક્રિયતા તેટલી નથી પીડતી, જેટલી નિવૃત્તિમાનને પીડે છે. સત્ર નિવૃત્તિને ઇચ્છતો સાધક ને ઇંદ્રિયા અને ચિત્ત પર સાવધાની ન રાખે તેા પૂર્વની અચાસેલી અને ખીજરૂપે રહેલી વાસનાઓને તે બમણા જેથી બહાર લાવે છે. એટલે નિવૃત્ત સાધકને ચિત્તના ધર્મ પર ખૂબ જ લક્ષ્ય રાખવું રહ્યું. અનુભવ પણ એમ જ કહે છે કે જે સાધકા પદાર્થ ત્યાગને ત્યાગ કલ્પી ગાફલ રહ્યા છે—પ્રમત્ત થયા છે તેઓને પસ્તાવું જ પડયું છે. પદાર્થો— વિચાને ત્યાગ એટલે ત્યાગના સંકલ્પ જમાવવે તે. સંકલ્પબળ પછીની સાધનાથી સહજત્યાગ પર જવું એ જ ત્યાગની સિદ્ધિ ગણાય.
[૨] તેમજ જેમ પેતા તરફ જુએ છે, તેમ ખીન્ન તરફ જુએ. એ દૃષ્ટિ પ્રાપ્ત કર્યાં પછી એ કાઈ ને હણે કે ન અન્યદ્વારા કાઈ ને હણાવે.
ન
નોંધઃ——અહીં જે અહિંસાનું પ્રતિપાદન છે. તે અહિંસા વિશ્વેકચના અર્થમાં છે. ત્યાગી સાધક આત્મવત્ સવને ખ઼ુએ એટલે કે ત્યાગીના માનસની ઊંડાણમાં પણ કાઈએ વ્યક્તિપરત્વે દ્વેષ, તિરસ્કાર કે ઘૃણા ન હોય એટલું જ નહિ; પરંતુ આ મારાથી અધમ છે, હલકા છે, અલ્પગુણી છે એવીયે ભાવના ન હેાય. ત્યાગ એટલે એક નાનીશી નિર્ઝરિણીનું વિશ્વના મહાસાગરમાં મળી જવું તે, પેાતાના વ્યક્તિત્વનું વિશ્વના વ્યક્તિત્વમાં સમર્પણ કરવું તે. પણ વ્યક્તિત્વ નગ્યા વિના વ્યક્તિત્વનું સમર્પણ પણ ન સભવે ! એટલે પ્રથમ વ્યક્તિત્વ વિકસે, અને પછી સમર્પણ થાય.