________________
તૃતીય ઉદ્દેશક
સાવધાનતા
આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં સંયમ અને ચિત્તવૃત્તિને સંબંધ સમજાવી સુખ અને દુ:ખ એ બન્ને લાગણીથી પર એવા કેઈ (આનંદના) સંવેદનને સાચે માર્ગ દર્શાવ્યો, અને બીજા ઉદ્દેશકમાં આસકિતથી વિરામ પામવા માટે ત્યાગમાર્ગની આવશ્યકતા અને ત્યાગનું સ્વરૂપ આપ્યું. હવે સૂત્રકાર મહાત્મા ત્યાગ એટલે નિષ્ક્રિય રહેવાની દશા નથી, પરંતુ પળેપળે ઉપસ્થિત થતાં અનેક પ્રલોભને અને એક વચ્ચે માનસને સમતોલ રાખવાની અથવા તો સતક્રિયામાં જાગૃત રહેવાની ભૂમિકા છે એમ સમજાવી ત્યાગને ગૂઢ ઉદ્દેશ આ ઉદ્દેશકમાં વધુ સ્પષ્ટ કરે છે.
સંકટ સહેવાં અને પાપકર્મ ન કરવાં, એટલે કેવળ નિષ્ક્રિય બનવાનું નથી. દેહને નિષ્ક્રિય રાખ્યું એમ માનીએ તે કંઈ મનથી નિષ્ક્રિય રહેવાતું નથી. એટલે ત્યાં પણ સક્રિયતા તે છે જ, માટે અધર્મની ક્રિયા છોડી ધર્મક્રિયામાં રક્ત રહેવું જોઈએ. એક ક્ષણે એક જ ઉપગ હેય. અધમની કિયા અને ધર્મક્રિયા એકીસાથે ન હેય. જ્યાં યોગ છે, ત્યાં પ્રવૃત્તિ તો છે જ. આથી નિર્ઘત્તિ એટલે નિષ્કિયતા નહિ, પણ નિવૃત્ત એટલે સતપ્રવૃત્તિ.