________________
આચારાંગસૂત્ર
પૂરે છે. હિંસા પણ આવા કારણોથી જન્મે છે. અહિંસા એ વિકાસનું મૂળ છે, એથી એટલે અંશે ત્યાગની આવશ્યકતાની વધુ પુષ્ટિ કરે છે અને કહે છે કે ચાળણમાં જેમ નીર ભરાતું નથી તેમ સુખાભાસમાં સુખ કલ્પવાની આશા પણ પૂરી શકાતી નથી.
[૯] લોભવશ તેવા કર્મો કરીને પણ આખરે (ભાન થતાં તે માર્ગને છોડી) કેટલાયે સાધક જે પછીથી સંયમમાર્ગમાં ઉદામવંત થયા છે. (તેનાં અનેક દૃષ્ટાંત છે.) માટે જ જે જ્ઞાની સાધકે એકવાર ભોગની વાંછના તથા અસત્યાદિ દેષોનો ત્યાગ કર્યો છે તે સાધક (અનેક પ્રકારનાં પ્રલેભન મળવા છતાં) મળેલા ભોગોને નિઃસાર જાણીને ફરીથી સેવવાની (સ્વપ્રમાંયે) ઇચ્છા કરે નહિ.
નોંધ –સાચા સુખની પ્રાપ્તિ માટે ત્યાગમાર્ગ એ રાજમાર્ગ છે. જેણે બાહ્ય પદાર્થોમાં સુખ માન્યું હતું તેવા અનેકોને પણ સુખપ્રાપ્તિ માટે એ સ્વીકાર પડ્યો છે એમ કહીને અહીં એનું વધુ પ્રતિપાદન કરે છે. - જૈનદર્શન કહે છે કે – ભરત વગેરે અનેક ચક્રવતીઓ છ ખંડના અધિપતિઓ હતા, તો પણ તેમાં તેમને આત્મસંતોષ માન્યો નહિ, અને તેઓ તૃષ્ણાની બેડીને તેડી આખરે મુક્ત થયા ત્યારે જ સુખના અધિકારી બન્યા. આવો જેને નિશ્ચય છે તે કામભોગની સામગ્રીમાં હોવા છતાં અલિપ્ત રહેવા પ્રયત્ન સેવે છે. અને તે છૂટયા પછી તો કદી તેમની તરફ દૃષ્ટિ સુધાં ઠેરવતા નથી, કારણ કે તેમને અનંત જ્ઞાની જનેતા અને પોતાના અનુભવ પરથી તેનું સ્વરૂપ યથાર્થ સમજાઈ ગયું છે.
[૧૦-૧૧] પ્રિય સાધકે! સંસારના પ્રત્યેક પ્રાણીને જન્મ અને મરણ લાગુ પડ્યાં છે (પછી તે દેવ છે કે પશુ પ્રાણી છે!). એમ જાણી સંયમમાર્ગને અંગીકાર કરે. અર્થાત કે કોઈ પણ જીવને ન દૂભ, અન્યદ્વારા ન દુભાવે, અને જે કાઈ દૂભવે તેને અનુમોદન ન આપો.
[૧૨] અને સ્ત્રીઆદિમાં આસક્તિ ન લાવતાં વાસનાજન્ય સુખ (સુખાભાસ)ને ધિક્કાર ( ન ઇચ્છે છે. તેમજ જ્ઞાન, સંયમ ઇત્યાદિ ગુણે પ્રાપ્ત કરીને પાપકર્મોથી હંમેશાં દૂર રહો.