________________
આચારાંગસૂત્ર
છે, અને નિરાશક્ત બની શકે છે. કર્મોના ઊંડા ભેદને સમજ્યા વગર નિરાસક્તિ અસંભવનીય છે. પણ એ નિરાસક્તિ લોકસંસર્ગ અને પદાર્થોના સંગમાં રહીને કેળવવી એ કંઈ ઉત્સર્ગમાર્ગ નથી. પણ અપવાદમાર્ગ છે. એ અપવાદમાર્ગો કો સાધક જઈ શકે છે તે આગળના સૂત્રમાં સમજાવે છે.
રીતે કર્મભેદનો જ્ઞાતા તે સાધક મરણથી મુકાય છે. જેને (સંસારના) ભયનું પણ સંપૂર્ણ ભાન થઈ ચૂક્યું છે, તે મેક્ષનો દ્રષ્ટા બની લોકમાં રહેવા છતાં એકાંત–રાગદ્વેષરહિત સમભાવે જીવી, શાંત, સમિતિ (ઉપગ)વંત, જ્ઞાનવંત અને સદા પુરુષાથી બની, કાળની પરવા ન કરતાં વીરતાપૂર્વક આગળ ધપે છે.
નોંધ –આવો કર્મભેદનો જે જ્ઞાતા હોય છે તેના જીવનમાં સમભાવ, સંતોષ, ઉપયોગમયતા, વિવેકબુદ્ધિની જાગૃતિ અને સતત પુરુષાર્થ વગેરે ગુણે સહજ વણાઈ ગયા હોય છે. અને તે જ પદાર્થોના સંગમાં રહેવા છતાં પણ નિરાસક્ત રહી શકે. એની એક પણ ક્ષણ આત્મલક્ષવિહોણું ન હોય, એની એક પણ ક્રિયા કુદરતના નિયમથી વિરુદ્ધ ન હોય. એને જીવન અને મૃત્યુ બન્ને દશા સમાન હોય. આ બધું હું જ કરું છું એવું સ્વપ્નમાં ભાન ન હોય. એવા નિરાસક્ત પુરુષનું આખું જીવન કુદરતના નિયમોને અધીન જ વહેતું હોય અને એવો પુરુષ જ વિષયોના સંગમાં હોવા છતાંયે વીરતાપૂર્વક આગળ વધી શકે છે.
[૭] ( અહ સાધકે આ સાધનામાર્ગમાં આગળ ધપતાં તમને વૃત્તિ ઠગે તો ?) પૂર્વે પાપકર્મ બહુ કર્યા છે તેમ માની હવે તમે સત્યમાર્ગ પર વધુ ને વધુ પૈર્ય ધારણ કરે. સયંમમાં લીન રહેલા બુદ્ધિમાન સાધકે બધાં (પૂર્વકૃત અને પશ્ચાતકૃત) દુષ્ટ કર્મોને નાશ કરી નાખે છે.
નોંધ –છઠ્ઠા સૂત્રમાં સદુપયોગી એવો જ્ઞાનયોગી સંગમાં પણ નિલેપ રહી શકે છે તે વાત કહી. એટલે કે જ્ઞાનયોગ પછી જ્ઞાનમાર્ગ અને ત્યાગમાર્ગ તથા ત્યાગમાર્ગ પછી નિરાસક્તિની જે કમિક ભૂમિકાઓ છે, તેને બદલે જ્ઞાનમાર્ગથી જ નિરાસક્તિની નવીન શ્રેણુ બતાવી. હવે આ સૂત્રમાં કહે છે કે – જેના પૂર્વ અધ્યાસે ગાઢ હાઈ લાલસા અને વાસનાના સંસ્કારો જાગૃત થવાના