________________
૮૨
આચારાંગસૂત્ર
સંસારના જીવોને સુખ પ્રિય છે–એમ વિચાર કરી તું તેવું તારું વતન બનાવ. બંધનથી મુક્ત થવાને આ એક ઉત્તમ માર્ગ છે. એમ જાણીને તત્ત્વદર્શી સાધક પાપકર્મ (હિસા) કરતો નથી.
નોંધ –જન્મ અને જરાના દુઃખનું નિરીક્ષણ એટલે કે કર્મના અવિચળ સિદ્ધાંતનું નિરીક્ષણ. જે ક્રિયારૂપે પરિણમે છે તેનું પરિણામ તે કિયાના કર્તાને અવશ્ય જોગવવું પડે છે, અને તે કમને લઈને જ જન્મ, જરા એટલે કે સંસારપરિભ્રમણ છે. તે વાતને સમજવી અને ઉપયોગમય જીવન બનાવવું. પિતાના સાચા સુખને મેળવવાની ચાવી અહિંસક વૃત્તિ અને અહિંસક વર્તનમાં છે. આ રીતે અહિંસા એ સત્યાથીનું સાધન બની રહે છે.
[૨] વળી હે મુનિ સાધક! જેઓ જીવહિંસાદિ આરંભ અને ગાઢ પરિગ્રહાદિના કાદવમાં જીવનારા અને આ લેક તથા પરલોકમાં માત્ર કામગ પ્રાપ્ત કરવાની લાલસાવાળા છે, તેઓ લાલસાકારા કર્મમળને એકઠે કરે છે અને કર્મમળને લઈને વારંવાર ગર્ભમાં ગમન કરે છે. માટે તેની જાળમાં તું ફસા મા.
નોંધ –અહીં આ લોક અને પરલોકમાં કામભાગો મળવાથી સુખની પ્રાપ્તિ થાય છે એવી બેટી સમજણ ઉપરથી કામભોગો મેળવવાની લાલસા રાખતા છે અનેક પ્રકારના હિંસાદિ આરંભ કરે છે એ વાત તો સ્પષ્ટ છે જ; પણ જે લાલસાના પિષણ માટે પ્રાણું જાતની હિંસામાં પણ ચણ કે કર્મકાંડને નામે ધર્મના ઈજારદારો જે ધર્મ બતાવે છે, પારલૌકિક સુખની લાલચ આપે છે તેની અવાસ્તવિક્તા સિદ્ધ કરીને સૂત્રકાર કહેવા માંગે છે કે -જીવાભાની સાથે પરલોકમાં ક્રિયા કે ક્રિયાનું ફળ નથી આવતું, પણ ક્રિયા કરતી વખતે કે ક્રિયા કર્યા પછી જે સંસ્કારે વૃત્તિ ઉપર સ્થાપિત થાય છે, તે જીવાત્મા સાથે રહેલ સંસ્કારોનો સમૂહ જ આવે છે; અને તેને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ.
[૩] વળી અજ્ઞાની અને કામગુણેમાં આસક્ત પુરુષ હાસ્યવિનોદ ખાતર બીજાને પ્રાણ હરી લેવાની ચેષ્ટા કરી નાખે છે, તેથી એવા બાળજી સાથે સબત ન કરવી. કારણ કે તેમ કરવાથી રિણામે અનેક જાતની પ્રાધિ (ખરાબી) ઉત્પન્ન થાય છે.