________________
ત્યાગમાર્ગની આવશ્યકતા ૮૭ [૧૩] વળી હે પરાક્રમી સાધકો ! ક્રોધ અને ક્રોધના કારણરૂપ અહંકારને પણ હણી નાખો; અને લેભથી પણ અતિદુઃખથી ભરેલી નરક જેવી અધમગતિમાં જવું પડશે તેમ સમજી હે મોક્ષાથી સાધકે ! હિંસકવૃત્તિથી દૂર રહી શકસંતાપ ન કરે.
[૧૪] તેમજ હે ધીર સાધકે! (બાહ્ય અને આતંરિક ) પરિગ્રહને અહિતí જાણીને તેને તુરત જ દૂર કરે અને આ સંસાર ( વિષયવાંચ્છારૂપ)ના પ્રવાહને પણ અહિતકર જાણીને ઇન્દ્રિયોને કાબુમાં લાવવાનો પ્રયત્ન કરે. આ મનુષ્યજીવન જેવા ઉચ્ચ જીવન પર અને સાધકની ભૂમિકા સુધીના ઉચ્ચપદ પર તમે આવી પહોંચ્યા છે, તે કઈ પણ નાના કે મોટા પ્રાણીઓનાં પ્રાણુને ન દૂભવો. આ પ્રમાણે સમસ્ત લોકનું કલ્યાણ ઈચ્છનાર શ્રવણુભગવાન મહાવીર સાધકને સંબોધીને બેલ્યા હતા તે જ વસ્તુ હે પ્રિય જંબૂ! હું તને સ્પષ્ટ રૂપે કહું છું.
નેંધઃ–પહેલાંના નવ સૂત્રોમાં ત્યાગની આવશ્યક્તા અને અનિવાર્યતાના સંબંધમાં શાસ્ત્રકારે કહ્યા પછી ત્યાગી કેવો હોય, સંચમીનું જીવન કેવું હોય, વગેરેનું ૧૦ થી ૧૪ સૂત્રમાં નિરૂપણ કર્યું છે. એમાં સત્યને દયેય રૂપ બનાવી સંયમ આરાધવા કહે છે. અને એ સંચમ એટલે ત્યાગમાર્ગમાં જવા પહેલાંની સ્થિતિ અને એમાંયે અહિંસાનું સર્વોત્કૃષ્ટ સ્થાન વગેરે સ્વરૂપ બતાવ્યું છે.
તેમજ સ્ત્રીઆદિમાં આસક્તિ ન લાવવાનું કહી વાસનાજન્ય સુખનો વિરોધ કરતાં સૂત્રકારે બ્રહ્મચર્યનું નિરૂપણ કર્યું છે; અને છેલ્લે છેલ્લે સંયમમાં અલ્પાંશે પણ જે પરિગ્રહની વૃત્તિ હતી તેનો પરિહાર, એટલે કે આંતરિક, વાસનાનો ત્યાગ કરવા અને એ ત્યાગમાર્ગમાં સ્વાદાદિ વિષયો તરફ જતી ઇંદ્રિય પર જય કરવાની વ્યવહાર સાધના બતાવી છે.
ઉપસંહાર આ પ્રમાણે સત્યલક્ષીપણું, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ઇંદ્રિયજય એ ચારે મુખ્ય વ્રતના પાલનની આવશ્યકતાનો ઉદ્દેશ બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે.
એમ કહું છું. શીતોષ્ણીય અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થશે.