________________
ત્યાગમાર્ગની આવશ્યકતા
૮૫ પ્રસંગો વારંવાર આવે તે ચાહે તેટલી વીરતા હોય તે પણ એ વીરતાને નિમિત્તે આપીને નકામી વેડફવી તે કરતાં સંગથી દૂર રહેવું એ વધારે ઉચિત છે; અને એ જ સત્યમાર્ગ–ઉત્સર્ગમાર્ગ છે.
આ બે રાહો સૂત્રકાર એટલા માટે કહે છે કારણકે વિલાસમાં કે કામોમાં સુખની પ્રાપ્તિ નથી. જે આત્માનો સ્વભાવ છે તે મેળવવા માટે વહેલા ચા મોડ જીવાત્માએ પુરુષાર્થ કર જ રહ્યો. એ પુરુષાર્થ એટલે વિભાવિક તત્ત્વોના ત્યાગનો પુરુષાર્થ. પણ જેમ દાક્તર દર્દીના રોગને સમજીને તેના આરોગ્ય માટે મેડિકલ અને સર્જીકલ બે જુદીજુદી રીતમાંથી દદીને યોગ્ય ગમે તે રીત અખત્યાર કરે છે તેમ ચિત્તના રેગ માટે પણ બે માર્ગ છે. એક તો એ વિભાવિકતાને વધુ ઉત્પન્ન થવા દેતા પહેલાં સરજીકલ નીતિ મુજબ કાપીને ફેંકી દેવી, અને બીજી નીતિ રોગમાં રહેલાં વિભાવિક તત્ત્વોને દૂર કરવા માટે એમની સામેનાં વિભાવિક તત્વો રૂપી દવાઓને નાખીને સ્વાભાવિક્તાને ઉત્પન્ન કરવી. જેમ આ બે માર્ગો છે, તેમ કાં તો સાધક લોકસંસર્ગમાં રહેવા છતાં નિલેપ રહી સાધનામાર્ગમાં આગળ ધપે છે, અને કાં તે એકાંત સેવી સીધે જ વિભાવિકતાને તોડતો તોડતો લોકસંસર્ગથી દૂર રહી સાધનામાર્ગે આગળ ધપે છે. પરંતુ એ વાત તો નિશ્ચિત જ છે કે વહેલા યા મેડા—ભવે કે ભવાંતરે પણ–જીવને તેને શુદ્ધ સ્વભાવ તરફ જવા વિના છૂટકો નથી. એટલે જેને આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય એણે પ્રમાદી ન બનતાં સંચમમાર્ગમાં સતત પ્રવર્તમાન થવું, અને જે એ માર્ગમાં હોય એણે પિતાને રાહ ન ચૂકવે, એ હિતાવહ છે.
[૮] આ ઝાંઝવા જેવા સુખની પાછળ ભમનારા વિલાસી પામર જીવને જુઓ કે જે બિચારા ચંચળ ચિત્તવાળા બની ચાળણીમાં સમુદ્રનું પાણી ભરવા મથે છે. અને તે માટે બીજાઓને મારવા, હેરાન કરવા તૈયાર થાય છે.
નેધ–સુખને સૌ ઇચ્છે છે. અને કામભોગોથી સુખ મળે છે, તે નિરાસક્તિ કે કામભોગોનો ત્યાગ એમને એકેય માર્ગ શા માટે સ્વીકારવો ? એ પ્રશ્નને આમાં ઉકેલ છે. સૂત્રકાર એમ કહે છે કે જે સુખ કામગોથી મળે છે. એવી કલ્પના છે તે ઝાંઝવાના જળ જેવી છે જીવ તેની પાછળ જેમજેમ દેડે છે તેમતેમ હતાશ થાય છે અને સ્વત્વ ગુમાવે છે. ચિત્તની ચંચળતા અને ઠેકઠેકાણે ઝાવાં મારવાની વૃત્તિને અનુભવ આ વાતની સાક્ષી