________________
७४
આચારાંગસૂત્ર [૨] અહે લેકે! સંસારમાં અજ્ઞાન એ જ દુઃખ છે અને અજ્ઞાન એ જ અહિતકર્તા છે, એમ જાણો.
નોંધ –જગતમાં બધાં દુઃખ અને અહિતોનું મૂળ છે કેઈ હોય તે વિસ્તસ્વરૂપના સાચા સ્વભાવના જ્ઞાનની ગેરહાજરી જ છે.
- [૩] સંસારનું આવું સ્વરૂપ જાણું જ્ઞાની પુરુષ સંયમનાં જે બાધક શો અજ્ઞાનીને પીડે છે તેમનાથી દૂર રહે.
નેધ–હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ સંચમને માટે શા છે, તે જ અજ્ઞાનનાં ઉત્પાદક છે. આથી જ્ઞાની પુરુષો એમના સંસર્ગથી હમેશાં દૂર રહે છે અને જેઓ એમનાથી દૂર રહે છે, તે જ મુનિ અને તે જ જ્ઞાની અને કહેવાય છે.
[૪] જે સાધકને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ બધા સુંદર કે અસુંદર પ્રાપ્ત થવા છતાં તે બન્ને વચ્ચે સમાન ભાવ (રાગદ્વેષરહિતપણું) રાખી શકે છે, તે જ સાધક ચૈતન્ય, જ્ઞાન, વેદ (શાસ્ત્રીય જ્ઞાન), ધર્મ તથા બ્રહ્મનિવિકલ્પને જાણકાર જાણવો, અને તે જ સાધક વિજ્ઞાનબળથી લેસ્વરૂપને જાણી શકે છે તેમજ તે જ સાધક મુનિ કહેવાય છે એમ સમજવું. એવા ધર્મના જાણકાર સરળ મુનિઓ સંસારચક્ર તથા આસક્તિનો રાગાદિ સાથે શું સંબંધ છે, તે જાણે છે. અને સુખ તથા દુ:ખની જરા પણ પરવા ન કરતાં સંયમમાર્ગમાં ઉપસ્થિત થતાં સાનુકૂળ અને પ્રતિકૂલ પ્રસંગોને સમભાવે વેઠી લે છે. તેવા ધીર મુનિઓ જ જાગૃત રહી વેર, વિરોધ, વૈમનસ્યાદિને દૂર કરીને દુઃખોથી પણ મુક્ત થાય છે.
નોંધઃ—જૈનદર્શન વિશ્વદર્શન છે એની ભાવના આમાં નીતરે છે. જૈન સાધુ કેવો હોય ? કોને કહેવાય ? એ આમાં સ્પષ્ટ છે. ચૈતન્યને જાણવું કે જ્ઞાની કહેવડાવવું, વેદાંતના અભ્યાસી કે ધર્મના ધુરંધર દેખાવું અને નિર્વિકલ્પ બ્રહ્મમય સ્વરૂપની સ્થિતિમાં હોવાનું માનવું, એ પહેલાં એને માપવાનું જે માપક યંત્ર છે તે અહીં બતાવ્યું છે. એ બધા ગુણે કે ભિન્ન ગુણો ધરાવનાર એ છે કે જેને સુખ અને દુઃખ પ્રત્યે સમભાવ છે, જે કર્તવ્ય કરતા છતાં નિરાસક્ત છે, એને જે કહો તે; મુનિ કહો, જ્ઞાની કહે, સાધુ કહો, આ