________________
નિરાસક્તિ
૭૫ ધર્મનો કહો, કે અન્ય ધર્મનો કહો. ત્યાં ગમે તે હોય માત્ર વ્યક્તિની પૂજા નથી, ગુણની છે. વ્યક્તિને આગ્રહ નથી, ગુણનો છે. ત્યાં વિશ્વનાં બધાં તત્ત્વોને દાખલ થવાનો અવકાશ છે. એ સાધુ કેવો હોય ? એને આ સંસારના બધા ચકરાવાના મૂળ રૂપે આસક્તિ જ છે એવું જ્ઞાન હોય, સંસારચક કેમ ફરે છે તેનું ભાન હોય. તે વિરલ પુરુષ પોતાના માર્ગમાં આવતા પ્રસંગોને એ સુખદ હોય કે દુઃખદ પણ તટસ્થભાવે હસ્તે મુખે સ્વીકારી લે. આવા સાધુને જૈન સાધુ કહેવાય.
[૫] પણ જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલા અને તેથી હમેશાં મહામેહથી મૂંઝાઈ ગયેલા પુરુષો ધર્મના રહસ્યને જાણી શકતા નથી. - ધ –મહામહ એ આત્મસ્વરૂપની ઓળખાણમાં મોટું આવરણ છે. જેમ આંખ પર પડદે કે બાધક કારણ આવી જવાથી વસ્તુ હોવા છતાં સ્પષ્ટ દેખાતી નથી, તેમ મોહાંધ મનુષ્ય વસ્તુ સમક્ષ હોવા છતાં વસ્તુસ્વભાવ વાસ્તવિક ધર્મને જોઈ કે જાણી શકતો નથી, સારાસારને વિવેક કરી શકતો નથી; અને તેને પરિણામે ધર્મરહસ્યને ભૂલી પરંપરાથી ઊતરી આવેલાં ક્રિયાકાંડે કે વસ્તુના બાહ્ય ખાને જ વસ્તુને વાસ્તવિક ધર્મ કલ્પી લેવાની અધીરાઈમાં તે ઝડપાઈ જાય છે અને આત્મવિકાસ રુંધે છે. આ મહામોહ એ શી વસ્તુ છે અને તેનું પરિણામ શું એ વિચારણા થઈ. પણ મહામહ શાથી થાય છે? તે ગંભીર રહસ્ય ઉપરના સૂત્રમાં સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે. તે એમ કહેવા માંગે છે કે માણસ એક વસ્તુને (મોહિત થઈ) વળગી પડે છે ત્યારે એક તે એને એ વસ્તુ પરનું તીવ્ર આકર્ષણ હોય અને બીજું એ જતી રહેશે એ ડર હોય. આ બે કારણોમાંથી જ ગભરાટ ઉત્પન્ન થાય. અને એક બાજુ તે વસ્તુ કઈ રીતે ચાલી ન જાય એની ચિંતા થાય. અને છે ત્યાં સુધી એને ઉપયોગ કરી લેવાની ઝંખના થાય. ઉપયોગ કેવો હોવો ઘટે ? એ એના પિતાની વિચારશક્તિથી નક્કી કરવા મથે ખરે, પરંતુ જ્યાં ગભરાટ હોય, ચિંતા હોય, સાધન ચાલી જવાની ભીતિ અને સાધનનો મોહ હોય, ત્યાં સારો વિચાર શી રીતે સંભવે?
આ રીતે મનુષ્યને જ્યાં સુધી જરા અને મૃત્યુના સપાટાને ભય લાગે છે ત્યાં સુધી એ વિહવળ રહે છે અને રહેવાનો જ. આથી જ યુવાનીને કાળ, એટલે પદાર્થોની ભાગદશાને કાળ, એને મન નિશ્ચિત થઈ ગયો છે, અને એથી