________________
નિરાસક્તિ
[૮] હે જંબૂ ! શાણું સાધકે સઘળાં દુઃખ આરંભથી થાય છે એમ જાણી જાગૃત થવું, કારણ કે પ્રમાદી અને માયાવી (કષાયવંત) પ્રાણી વારંવાર ગર્ભમાં આવી જન્મમૃત્યુના ચક્રમાં પડે છે. પણ જે સાધક જન્મમૃત્યુથી ડરીને શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન ધરતાં સરળ (સમભાવી) થઈને વર્તે છે તે ખરેખર મૃત્યુના ભયથી મુક્ત થાય છે.
નોંધ–જે ક્રિયા પ્રમાદ અને કષાયથી જન્મે તે ક્રિયા જ આરંભ ગણાય. વૃત્તિને જોયા વગર માત્ર ક્રિયા ઉપરથી જે આરંભનું માપ કઢાય, તો તે બરાબર નથી એવો અહીં આશય છે.
વિષયોનું ખેંચાણ પણ એ પ્રમાદ અને કપાસના કારણે જ છે, જોકે કદી કદી એ વિષય :(ચિત્તવિકારજન્ય) દેહભાવને લઈને ક્ષણિક સુખ જન્માવે છે ખરે. પરંતુ એ સુખનું પરિણામ તો ભયંકર જ છે. જડના ગાઢ સંસર્ગથી એ જડજન્ય સુખ તરફનું આકર્ષણ કુદરતી રીતે રહે છે, તે આકર્ષણથી આરંભાદિ પાપક્રિયાઓ થાય છે. અને એ જડજન્ય સુખમાં તૃપ્તિ ન મળતા જીવન લંબાવવાની ઝંખના ઉગ્ર સ્વરૂપે કાયમ રહે છે. એથી જ મૃત્યુને ભય છે. આ રીતે મૃત્યુને તે જ સુખે ભેટી શકે છે, કે જે મૃત્યુના સ્વરૂપને અને સાંસારિક પદાર્થોના સંબંધને યથાર્થ જાણે છે; અને જે મૃત્યુના સ્વરૂપને જાણે છે તે જ મૃત્યુના ભયથી નિર્ભય બને છે અને જન્મમૃત્યુથી મુકાય છે.
[૯] જે પુરુષો પર ( વિષયાસક્તિ )થી થતાં દુઃખોને જાણે છે, તે વીર પુરુષો આત્મસંયમ જાળવીને વિષયો સાથે નહિ ફસાતાં પાપકર્મોથી દૂર રહે છે.
નોંધ -જ્ઞાન એટલે સ્વભાવ અને પરભાવની ભિન્નતાનું ભાન. અને એવા સાચા જ્ઞાન વગર સાચે વૈરાગ્ય જગતો નથી, અને સાચા વૈરાગ્ય વગરનો ત્યાગ પાપકર્મોથી બચાવી શકતા નથી, એમ કહેવાનું સૂત્રકારને આશય દેખાય છે.
[૧૦] જે વિષપભોગને અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે અશસ્ત્ર (સંયમને જાણે છે, અને જે સંયમને જાણે છે તે વિષયે પભેગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે.