________________
નિરાસક્તિ
૭૯
દશા. આ દશા માટે તો પ્રયોગ જ ન હોઈ શકે. એટલે સૂત્રમાં અકર્માનો અર્થ નિરાસક્ત સાધક જ સમુચિત રીતે ઘટે છે અને આગળ આવતાં સૂત્રો તે જ અર્થ અહીં પ્રસ્તુત છે એમ સ્પષ્ટ કરે છે.
[૧૨] આ રીતે સાધક, કર્મનું યથાર્થ સ્વરૂપ જાણીને અને હિંસકવૃત્તિને કર્મનું મૂળ સમજીને તેનાથી દૂર રહે.
નેધ–આસક્તિપૂર્વકની ક્યિા એ કમ છે, અને આસક્તિવાળી વૃત્તિ એ કર્મનું મૂળ છે. એટલે કે જે ક્રિયામાં હિંસકવૃત્તિ કે આસક્તિ હોય તે જ ક્રિયા અધર્મરૂપે પરિણમે છે. અને તીવ્ર કમબંધન કરે છે. એ આ સૂત્રમાં આશય છે. કર્મ શબ્દના આગળ કરેલા અર્થનું આ સૂત્ર આ રીતે વધુ સમર્થન કરે છે.
[૧૩] આ બધું સ્વરૂપ વિચારી (કર્મથી દૂર થવાના ) સર્વ ઉપાયો ગ્રહણ કરી શાણે સાધક રાગ અને દ્વેષ એ બન્નેને મૂળમાંથી પરિહાર કરે.
નેધ–વિષયો અને વિષય તરફ ઢળતી વૃત્તિ, પદાર્થો અને તેને ભોગવવાની ઝંખના એ બધાનાં ભેદેનું રહસ્ય જાણું આસક્તિવાળી વૃત્તિ કે જેથી રાગ અને દ્વેષ જન્મી સંસારને વધારે છે તે તરફ ખૂબ સાવધાન રહેવું ઘટે.
[૧૪] કારણ કે બુદ્ધિમાન સાધક સમજે છે કે રાગ અને દ્વેષ એ બન્નેય અહિતકર છે. સંસારના લેકે તેનાથી જ દુઃખમય દેખાય છે. પ્રત્યેક સાધકે આવું સમજીને જ લેસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરિક્રમણ કરવું ઘટે.
નોંધ –કયાં રાગ દેખાય છે ત્યાં દેષ છે જ એમ માનવું. કારણ કે રાગ અને દ્વેષ બન્નેનું ઉત્પત્તિસ્થાન એક જ છે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે જ, અને સંસાર છે ત્યાં દુઃખ પણ છે જ. હૃદય સાથે આટલો નિશ્ચય થયા પછી દુઃખથી આત્યંતિક નિવૃત્તિ ઇચ્છનાર સાધક લોકોની પ્રવૃત્તિ તરફ ન ઢળતાં કે સ્વર પ્રત્યે મોહ, વાસના કે રાગ ન ધરતા કેવળ પ્રેમમય જીવન બનાવે. સત્ય પ્રત્યેનો પ્રેમ જાગ્યા પછી અનુકંપા, સંયમ, ત્યાગ, અર્પણુતા અને નિર્ભયતા એ બધું ક્રમશ જન્મે છે જ.