________________
લોકસંસગ રાખવો, પણ મમત્વ છોડવું ૬૯ નોંધ:–જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા સ્વશાસ્ત્ર અને પર શાસ્ત્રનો જાણનાર હોય તેવો દીર્ધદૃષ્ટિ, સમદશી અને જ્ઞાની પુરુષ જ ઉપદેશક થવાને યોગ્ય છે.
આમાં લખાયેલા ધર્મ, મત, પંથ અને દેવને અર્થ એમ દેખાય છે કે અનુક્રમે શ્રોતાનું સાધ્ય, તેની માન્યતા, સાધ્યને પહોંચવાનો માર્ગ અને એની પૂજાપાત્ર વસ્તુ શી છે તે સમજીને, તેનું ધ્યેય જાણીને, તેના યોગ્ય વિકાસ માટે માનસશાસ્ત્રથી અવલોકીને, તેની શક્તિ અનુસાર ઉપદેશ અપાય તે યોગ્ય ગણાય. જે એ ઉપદેશથી સાધકનું હિત ન સધાયું હોય, એને વિકાસ ન થયો હોય, તે ઉપદેશકે માનવું ઘટે કે ઉપદેશમાં કયાંક ભૂલ છે, અને એમ જાણી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર એ ક્રિયાની રીતભાત રાખવી જોઈએ.
[૧૮] આવા સતપુરુષો હંમેશાં પિતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયા બન્નેને વણીને હિંસાથી ( દૂષિત જીવનથી) લેખાતા નથી. | નેધ–વિવેક અને સદ્વર્તન એ બન્નેનું સહકારીપણું દૂષણથી બચાવે છે.
[૧૯] જે પુરુષ કર્મને દૂર કરવામાં નિપુણ છે અને બંધ તથા મેક્ષના સ્વરૂપને યથાર્થ રીતે જાણી શકે છે તે જ ખરેખર પંડિત જાણે.
નોંધ –જે જ્ઞાન બંધનથી મુક્ત કરવામાં સહાયક થતું નથી, તે સાચું જ્ઞાન નથી; અને તેવા પંડિતો પથા પંડિત તરીકે ગણાય છે. એ સ્વ કે પર એકેયનું ભલું કરી શકતા નથી.
[૨૦] જેઓએ બંધ તથા મેક્ષના સ્વરૂપને યથાર્થ રીતે જાણ્યું છે, અને જે (ઘાતિ) કર્મને કાપવામાં સફળ થયા છે, તે કુશળ પુરુષો (કેવળી ભગવાને)ને તો પછી બંધન અને મુક્તિ જેવો પ્રશ્ન જ રહેતું નથી. (કારણ કે તેઓએ પિતાની સાધના પૂર્ણ કરી લીધી છે.)
[૨૧-રો શાણો સાધક, આવા સાધનાસંપૂર્ણ પુરુષે જે માર્ગ પ્રવર્યા હોય તે માર્ગે પ્રવર્તે, અને જ્યાં ન ચાલ્યા હોય ત્યાં ન ચાલે, તેમજ હિંસા તથા લેસંજ્ઞાને જાણીને તે બન્નેને પરિહાર કરે.