________________
૬૮
આચારાંગસૂત્ર
[૧૪ જે પરમાર્થ દશ છે તે મોક્ષના માર્ગ સિવાય બીજે ક્યાંય રમતો નથી, અને જે મેક્ષમાર્ગ સિવાય બીજે સ્થળે રમત નથી તે જ પરમાર્થદશી છે.
નેધ–જેની દૃષ્ટિનું વિષ દૂર થવાથી અમૃતનો ઉદ્દગમ થયો છે, તેને પિતામાંથી જ આનંદ મળે છે. આથી તેનું લક્ષ્ય તે સિવાય કયાંય ઠરતું જ નથી, અને જેનું લક્ષ્ય તે માર્ગમાં જ જોડાઈ ગયું છે તે જ સાચો પરમાWદશી છે.
ઉપદેશકોને જ્ઞાતવ્ય વાતે [૧૫] સાચે ઉપદેશક સાધક જે ઉપદેશ કુલ, રૂપ અને ધનથી અધિક્તાવાળાને આપે છે તેવો ઉપદેશ એક સામાન્ય (રાંક) મનુષ્યને પણ આપે છે.
નોંધ –શ્રીમંત, રાજા, દલિત, ગરીબ, પતિત વગેરે સૌ પર સાચો ઉપદેશક સમભાવી હોય છે. તેની દષ્ટિમાં આ ઊંચ, આ નીચ, આ અધિક, આ અલ્પ કે આ પતિત એવી લેશમાત્ર ભેદબુદ્ધિ હોતી નથી તેમ સમજાવ્યું છે. કારણ કે સર્વ પર એકસરખે સમભાવ એ જ મુનિનું લક્ષણ છે.
કેઈ આનો અર્થ એવો ન કરે કે સૌને એક જાતનો ઉપદેશ જ આપો; કારણ કે તેમ કરવાથી તેનું પરિણામ અનિષ્ટ આવે. ત્યાં જેની જેવી યોગ્યતા અને ભૂમિકા હોય તે જ પ્રમાણે કહેવું જોઈએ. એમ સ્પષ્ટ કરતાં
[૧૬] અહે જંબૂ ! (ઉપદેશકે શ્રોતાજનો અભિપ્રાય, ધર્મ, વિચાર વગેરે જાણીને પછી જ ઉપદેશ કરવો જોઈએ. અન્યથા અજાણપણથી તેની યોગ્યતાથી વિરુદ્ધ કહેવાઈ જાય તો) તે કદાચ કોપાયમાન થાય, અથવા હણવા પણ ઊઠે, માટે ઉપદેશ આપવાની રીતિ જાણ્યા સિવાય ઉપદેશ આપવામાં પણ કલ્યાણ નથી.
[૧૭] અહો જંબૂ! “શ્રોતા કઈ જાતનો છે ? મા મત, પંથ કે ધર્મને માને છે ? ક્યા દેવને નમે છે ?” (ઈત્યાદિ બાબતે જાણીને ઉપદેશ આપવો.) એવી રીતે સત્યઉપદેશ આપીને સંસારના ઊર્ધ્વ, અધો કે તિર્યમ્ ભાગમાં (સંસારનાં બંધનોથી) બંધાયેલા જીવને જે પરાક્રમી પુરુષો છેડાવી શકે છે, તે આલોકમાં વખણાયા છે.