________________
આચારાંગસૂત્ર કાબૂમાં લાવવા માટે શતગણો પુરુષાર્થ કરવા છતાંયે કેટલીક વાર નિષ્ફળ થઈ જવું પડે છે. આથી આવા નાજુક પ્રસંગે જરા પણ ગાલ બનવું એ સાધક માટે ભયંકર વસ્તુ છે.
[૭] અહો સાધકે ! (તમારા પંથમાં) મનહર મોહક શબ્દ, સ્પર્શ ઇત્યાદિ વિષયો ઉપસ્થિત થવાના છે, પરંતુ તેવા પ્રસંગે એવા પતિત જીવનના મોહથી તમે અલગ રહેશે અને તે પ્રસંગને સહી લેજે. (અર્થાત તમારી વૃત્તિ પર એને અડકવા ન દેશે.)
[૮] 1 વહાલા જબૂ! જે (આ દુઃખદ સંસારમાં પણ કેટલાંક) મુનિરને સંયમને આરાધીને માનસિક, વાચિક અને કાયિક કર્મરૂપ શરીરને આત્માથી પૃથક કરતાં રહે છે, અર્થાત કે દેહભાવથી છૂટવાનો પ્રયત્ન કરે છે.
[૮] ૨ આત્માથી જંબૂ ! સતપુરુષાથી અને તત્ત્વદી તે મહાપુરુષો લૂખા સૂકા પદાર્થોનું સેવન કરે છે.
નંધ:પોતાની આવશ્યક્તાઓ હળવી કરી ખાવા, પીવા, પહેરવા વગેરેમાં બહુ અલ્પ પદાર્થોથી પોતાનું જીવન ચલાવી શકે છે અને છતાં અધિક અને મૂલ્યવાન પદાર્થોનો ઉપભોગ કરનારા કરતાં તેને અધિક આત્મસંતોષ - મળી રહે છે.
[ એવા સાધક મુનિએ સંસારના પ્રવાહને તરી શકે છે. અને આવા પુરુષો જ સંસારથી પાર પામેલા, પરિગ્રહથી મુક્ત થયેલા અને ત્યાગી જન તરીકે ઓળખાયા છે. એમ કહું છું.
નેધ –માત્ર જ્ઞાનની અને તત્વની વાતો કરનારા જ તત્વજ્ઞ, તત્વદશ, ત્યાગી કે તારક કહેવડાવી શકે નહિ, તેમનું વર્તન અને ચારિત્ર પણ તદનુસાર હોવાં જોઈએ. ત્યારે જ તેમને સાચા તત્ત્વદશી, ત્યાગ અને સંસારના તારક તરીકે ગણું શકાય.
[૧૦] પણ તીર્થકર દેવની આજ્ઞાને ન માનતાં જે સાધકે સ્વછંદથી વર્તે છે તે ખરેખર મુક્તિની પ્રાપ્તિ માટે અયોગ્ય ઠરે છે; અને તેવા સાધકે વિજ્ઞાનથી પણ અપૂર્ણ રહેવાથી કોઈને સીધે પ્રત્યુત્તર પણ